અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 280.27 પોઈન્ટ (0.52 ટકા)ના ઉછાળા સાથે 53,696.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 84.30 પોઈન્ટ (0.53 ટકા)ના વધારા સાથે 16,023ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-વ્યક્તિગત અકસ્માત વીમા પૉલિસીના ફાયદા શું છે? જાણો...
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે -સિપ્લા (Cipla), જીટીપીએલ હેથવે (GTPL Hathway), તાતા એલક્સી (Tata Elxsi), સાયજિન ઈન્ટરનેશનલ (Syngene International), એન્જલ વન (Angel One), તાતા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સ (Tata Steel Long Products).
આ પણ વાંચો-RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે
વૈશ્વિક શેરબજારની સ્થિતિ -એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 55 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.58 ટકાના વધારા સાથે 26,797.47ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.28 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.70 ટકાના ઉછાળા સાથે 14,539.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.87 ટકાના ઘટાડા સાથે 20,570.64ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ ફ્લેટ જોવા મળી રહ્યો છે.