ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં પહેલા જ દિવસે સુસ્તી, સેન્સેક્સ 387 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 387.12 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 143 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં પહેલા જ દિવસે સુસ્તી, સેન્સેક્સ 387 પોઈન્ટ ગગડ્યો
Share Market India: શેરબજારમાં પહેલા જ દિવસે સુસ્તી, સેન્સેક્સ 387 પોઈન્ટ ગગડ્યો

By

Published : May 2, 2022, 9:37 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 387.12 પોઈન્ટ (0.68 ટકા)ના ઘટાડા સાથે 56,673.75ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 143 પોઈન્ટ (0.60 ટકા) તૂટીને 17,000ની નીચે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Gold Silver Price in Gujarat : આજે સસ્તુ થયું સોના અને ચાંદી, જાણો આજની કિંમત

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 235 પોઈન્ટ (1.37 ટકા)ની નબળાઈ જોવા મળી રહી છે. તો નિક્કેઈ લગભગ 0.53 ટકાના ઘટાડા સાથે 26,704.60ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ, તાઈવાનનું બજાર, ચીનનું બજાર અને હોંગકોંગનું બજાર આજે બંધ છે. જ્યારે કોસ્પીમાં 0.63 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.

આ પણ વાંચો-Petrol Diesel Price in Gujarat: તૈયાર રહેજો..! બસ થોડા જ દિવસોમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધવાની શક્યતા

LIC IPO અંગે વિશેષ માહિતી -LICનો IPO 4 મેએ (LIC IPO) ખૂલશે. તેમાં 9 મે સુધી રોકાણ કરી શકાશે. આ IPO અંગે રોકાણકારો અને વિશેષપણે નવા રોકાણકારો વધુ ઉત્સાહિત છે. જ્યારે LICની બ્રાન્ડ ખૂબ જ મજબૂત છે. આ માટે રોકાણકારો આ IPOમાં બોલી લગાવવા માગે છે, પરંતુ ફક્ત કોઈ બ્રાન્ડ મજબૂત હોવી તેટલું જ જરૂરી નથી. જો તમે કોઈ કંપનીમાં રોકાણ કરો છો તો તમે ભવિષ્યમાં તેમના બિઝનેસના પર્ફોર્મન્સ અંગે પણ જાણી લેવું જોઈએ. આપને જણાવી દઈએ કે, LIC 65 વર્ષથી ભારતના લોકો લાઈફ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પૂરી પાડી રહી છે. આ દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની છે. પ્રીમિયમ તરીકે આની બજાર ભાગીદારી 61.6 ટકા છે. જ્યારે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ તરીકે આનો માર્કેટ શેર 61.4 ટકા છે. જોકે, જાહેર કરાયેલી ઈન્ડિવિઝ્યૂઅલ પોલિસીઝ મામલામાં આનો માર્કેટ શેર 71.8 ટકા છે.

ABOUT THE AUTHOR

...view details