ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 57,000ને પાર - ફૂટવિયર કંપની કેમ્પસ એક્ટિવવેરનો IPO

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી આવી છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 701.67 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 206.65 પોઈન્ટના વધારા બંધ થયો છે.

Share Market India: સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 57,000ને પાર
Share Market India: સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 57,000ને પાર

By

Published : Apr 28, 2022, 3:54 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી આવી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 701.67 પોઈન્ટ (1.63 ટકા)ના ઉછાળા સાથે 57,527.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 206.65 પોઈન્ટ (1.21 ટકા)ના વધારા સાથે 17,245.05ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ-એચયુએલ (HUL) 4.81 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 4.47 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 3.81 ટકા, યુપીએલ (UPL) 3.43 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 3.23 ટકા.

આ પણ વાંચો-IPO શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો હેતુ શું છે ?, જાણવા માત્ર એક ક્લિક...

સૌથી વધુ ગગડેલા શેર્સ -બજાજ ઑટો (Bajaj Auto) -1.40 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -0.71 ટકા, હિન્દલ્કો (Hindalco) -0.59 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -0.33 ટકા, એમ એન્ડ એમ (M&M) -0.28 ટકા.

આ પણ વાંચો-Vegetables Pulses Prices: શાકભાજી-કઠોળના ભાવે ગૃહિણીની બચતમાં કર્યો ઘટાડો

ફૂટવિયર કંપની કેમ્પસ એક્ટિવવેરના IPOની સ્થિતિ - ફૂટવિયર કંપની કેમ્પસ એક્ટિવવેરનો IPO (IPO of footwear company Campus Activewear) બુધવારે બીજા દિવસ સુધી 3.21 ગણો સબસ્ક્રાઈબ થયો છે. NSE પર વર્તમાન આંકડા મુજબ, કંપનીએ IPO હેઠળ 3,36,25,000 શેર્સ જાહેર કર્યા છે, જેની સરખામણીએ તેને 10,79,78,526 શેર્સ માટે બોલી મળી છે. જોકે, કંપનીને સૌથી વધુ બોલી નોન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII)થી મળ્યા છે, જેમણે પોતાના ભાગ માટે શેર્સની 5.67 ટકા બોલી લગાવી છે. આ IPO મંગળવારે લોન્ચ થયો હતો. આ માટે આજે (ગુરુવાર) સુધી બોલી લગાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details