સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ સતત બીજા દિવસે શેરબજારમાં (Share Market India) દિવસભર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 515.08 પોઈન્ટ (0.92 ટકા) તૂટીને 55,251.14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 127.50 પોઈન્ટ (0.77 ટકા)ના ઘટાડા સાથે 16,503.50ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-એલોન મસ્કે ચીન અને ક્રિપ્ટોકરન્સી પર કરી આ મોટી વાત...જાણો શું છે એ...