ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: આજનો દિવસ શેરબજાર માટે રહ્યો 'મંગળ', સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ઉછાળો - Share Market India Update

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 246.47 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 62.05 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો છે.

Share Market India: આજનો દિવસ શેરબજાર માટે રહ્યો 'મંગળ', સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ઉછાળો
Share Market India: આજનો દિવસ શેરબજાર માટે રહ્યો 'મંગળ', સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ઉછાળો

By

Published : Jul 19, 2022, 3:41 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 246.47 પોઈન્ટ (0.45 ટકા)ની મજબૂતી સાથે 54,767.62ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્ચસેન્જનો નિફ્ટી (Nifty) 62.05 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 16,340.55ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારની (Share Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ત્યારે દિવસભરની ઉથલપાથલ પછી શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે.

આ પણ વાંચો-Petrol Diesel Price in Gujarat : જાણો ક્યાં શહેરમાં કેટલો પેટ્રોલ - ડીઝલનો ભાવ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -એક્સિસ બેન્ક (Axis Bank) 2.32 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.16 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.99 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.89 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 1.82 ટકા.

આ પણ વાંચો-US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર

સૌથી વધુ ગગડેલા શેર્સ -નેશલે (Nestle) -1.25 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.22 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -1.13 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -0.92 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.34 ટકા.

ABOUT THE AUTHOR

...view details