અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 462.26 પોઈન્ટ (0.88 ટકા)ના ઉછાળા સાથે 52,727.98ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 142.60 પોઈન્ટ (0.92 ટકા)ની મજબૂતી સાથે 15,699.25ના સ્તર પર બંધ થયો છે.
નિષ્ણાતોના મતે - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અઠવાડિયે મજબૂત વેચવાલી પછી બજાર કેટલાક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજી પણ ઉપર નબળાઈ છે. અસ્થિરતા વધી છે. કારણ કે, બજારમાં અનિશ્ચિતતા, મૂંઝવણ અને દિશાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઑટો અને FMCG માટે કોમોડિટી અને મેટલના ભાવમાં કડાકો પોઝિટિવ છે. અમે આશા રાખીએ છીએ કે, આ બંને કાઉન્ટર આવતા અઠવાડિયે થોડી ખરીદી જોવા મળશે. ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો પણ સેન્ટિમેન્ટને વેગ આપશે. અમે ટ્રેડર્સને તીવ્ર અસ્થિરતાથી સાવધ રહેવા અને આગળ જતા હળવી પોઝિશન રાખવાનું સૂચન કરીએ છીએ.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -એમ એન્ડ એમ (M&M) 4.42 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.27 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.62 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.49 ટકા, એચયુએલ (HUL) 2.32 ટકા.