અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 443.19 પોઈન્ટ (0.86 ટકા)ના ઉછાળા સાથે 52,265.72ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 143.35 પોઈન્ટ (0.93 ટકા)ના વધારા સાથે 15,556.65ના સ્તર પર બંધ થયો છે. તેના કારણે રોકાણકારોમાં ફરી એક વાર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આજે સવારે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ હતી. તેના કારણે રોકાણકારો થોડા ચિંતામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો-વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 6.83 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 6.15 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 6.04 ટકા, એમ એન્ડ એમ (M&M) 4.74 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 4.15 ટકા.