મુંબઈ: યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવા અને વધુ કડક વલણના સ્પષ્ટ સંકેતો પર રોકાણકારોની ભાવનાઓ પર ભાર મૂક્યો હોવાથી ગુરુવારે રૂપિયો 90 પૈસા (Rupee tanks 90 paise) ઘટીને 80.86 પ્રતિ ડોલર (અસ્થાયી) (Rupee against US dollar) પર બંધ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો હતો અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો કર્યો હોવાથી રોકાણકારો જોખમ લેવા માટે અચકાતા હતા. વિદેશી બજારોમાં યુએસ ચલણની મજબૂતાઈ, સ્થાનિક શેરબજારમાં ઘટાડો અને કાચા તેલના ભાવમાં વધારો પણ રૂપિયા પર અસર કરી રહ્યો છે.
રૂપિયો 90 પૈસા ઘટ્યો :ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાંરૂપિયો 80.27 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે વધુ ઘટીને 80.95ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. અંતે તે 80.86 પર બંધ થયો, જે અગાઉના બંધ ભાવની સામે 90 પૈસાનો ઘટાડો દર્શાવે છે. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે, હવે તમામ ફોકસ બેન્ક ઓફ જાપાન અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી પર રહેશે.