ગુજરાત

gujarat

ETV Bharat / business

RBI Monetary Policy Committee: નાણાકીય નીતિ સમીક્ષા માટે રિઝર્વ બેંકની MPCની 6 બેઠકો થશે, જાણો વિગતો - RBI ADVISORY

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે આગામી નાણાકીય વર્ષમાં વ્યાજ દર નિર્ધારણ સમિતિની છ બેઠકો થશે. પ્રથમ બેઠક 3 થી 6 એપ્રિલ દરમિયાન યોજાશે. અન્ય બેઠકોની વિગતો જાણવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો.

RBI Monetary Policy Committee: નાણાકીય નીતિ સમીક્ષા માટે રિઝર્વ બેંકની MPCની 6 બેઠકો થશે, જાણો વિગતો
RBI Monetary Policy Committee: નાણાકીય નીતિ સમીક્ષા માટે રિઝર્વ બેંકની MPCની 6 બેઠકો થશે, જાણો વિગતો

By

Published : Mar 25, 2023, 1:55 PM IST

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશમાં ફુગાવાને અંકુશમાં રાખવા અને વૃદ્ધિને સરળ રીતે જાળવી રાખવા માટે નાણાકીય નીતિ બનાવે છે. જેના માટે તે મોનેટરી પોલિસી કમિટી સાથે બેઠક યોજે છે. આ વખતે મંદીને ધ્યાનમાં રાખીને RBIએ મોટો નિર્ણય લીધો છે.

આરબીઆઈએ જાહેરાત કરી છે કે, દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા માટે આગામી નાણાકીય વર્ષમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ની છ બેઠકો થશે. નાણાકીય વર્ષમાં યોજાનારી બેઠકનો સમયપત્રક કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વ્યાજ દર નિર્ધારણ સમિતિની પ્રથમ બેઠક 3 થી 6 એપ્રિલ દરમિયાન યોજાશે. આરબીઆઈ ગવર્નર દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરે છે જ્યારે એમપીસી પ્રવર્તમાન સ્થાનિક અને આર્થિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરે છે. આ બેઠક ત્રણ દિવસની છે.

Airtel 5G: એરટેલે 5G સેવામાં Jioને આપી ટક્કર, 500 શહેરોમાં કનેક્ટિવિટી આપીને પછાડ્યું

પ્રથમ દ્વિ-માસિક પોલિસી :શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ, આગામી નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક પોલિસી બેઠક 3, 5 અને 6 એપ્રિલના રોજ યોજાશે. જે બાદ બીજી બેઠક 6, 7 અને 8 જૂને યોજાશે. ત્રીજી બેઠક 8 થી 10 ઓગસ્ટ, ચોથી બેઠક 4 થી 6 ઓક્ટોબર અને પાંચમી બેઠક 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. MPCની છઠ્ઠી દ્વિમાસિક બેઠક 6 થી 8 ફેબ્રુઆરી, 2024 દરમિયાન યોજાશે.

નાણાકીય નીતિ ચલાવવાની જવાબદારી:સમિતિનું બંધારણીય પાસું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 (જેમાં 2016માં સુધારો કરવામાં આવ્યો હતો) જણાવે છે કે વિકાસના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કિંમતની સ્થિરતા જાળવવા માટે નાણાકીય નીતિ ચલાવવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે. સાદી ભાષામાં કહીએ તો દેશમાં વધતી જતી મોંઘવારી અને બજારમાં માલની માંગમાં અચાનક ઘટાડો વચ્ચે સંતુલન જાળવવા માટે સમયાંતરે બેઠકો યોજવી પડે છે.

Hinderburg On Jack Dorsey : અદાણી બાદ ટ્વીટરના પૂર્વ CEO જેક ડોર્સી પર હિંડનબર્ગનો મોટો ખુલાસો

દર પાંચ વર્ષમાં એકવાર ફુગાવાનો લક્ષ્યાંક:કલમ 45ZA હેઠળ, RBI, કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને, દર પાંચ વર્ષમાં એકવાર ફુગાવાનો લક્ષ્યાંક નક્કી કરે છે અને તેને સત્તાવાર ગેઝેટમાં સૂચિત કરે છે. છેલ્લી વખત આ નિર્ધારણ 31 માર્ચ, 2021 ના ​​રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધી દેશમાં ફુગાવાનો દર મહત્તમ 6 ટકા અને લઘુત્તમ 2 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. એટલે કે, CPI (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ)નો લક્ષ્યાંક 4 ટકા છે. તમને જણાવી દઈએ કે, આ સમિતિમાં 6 સભ્યોની ટીમ છે.

ABOUT THE AUTHOR

...view details