મુંબઈ: રિલાયન્સના ચરેમેન મુકેશ અંબાણીએ કંપનીની 46મી 'AGM'ને સંબોધિત કરતી વખતે ઘણી મહત્ત્વની જાહેરાત કરી હતી. આ મિટિંગ દરમિયાન મુકેશ અંબાણીએ રિલાયન્સના બોર્ડમાં પરિવારની આગામી પેઢીના સભ્યોને સ્થાન આપવાની વાત કરી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનો સમાવેશ કરવાની ભલામણ કરતાં કહ્યું હતું કે, હવે નિતા અંબાણી બોર્ડનો ભાગ નહિં હોય. તે માત્ર રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે જ કામ કરશે.
Mukesh Ambani Speech: રિલાયન્સની 'AGM'માં ઘણી જાહેરાતો, જાણો શું છે ખાસ - રિલાયન્સ AGM સ્પીચ
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીની 46મી 'AGM' સંબોધિત છે, જે દેશ અને પરિવાર માટે ઘણી ખાસ જાહેરાત કરે છે. આ દરમિયાન તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટેની વાત પણ કરી હતી. તો ચાલો, અહિં એક નજર કરીએ અને જાણીએ શું છે ખાસ.
Published : Aug 28, 2023, 4:17 PM IST
ચંદ્રયાન 3ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા: 'ચંદ્રયાન 3'ની સફળતા પર દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ''આ ભારત ન તો અટકે છે, ન થાકે છે અને નથી હારતો.'' રિલાયન્સ પરિવાર વતી ચંદ્રયાન 3ની સફળતા બદલ સૌને અભિનંદન આપતાં અભિયાનની પ્રશંસા કરી હતી. દસ વર્ષમાં 150 બિલિયન ડોલરનું રોકાણ 46મી AMGને સંબોધતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ''છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે 150 બિલિયન ડોલરનું રોકાણ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ રોકાણ દેશના કોઈપણ કોર્પોરેટ કરતા ઘણું વધારે છે.'' એટલું જ નહિં પરંતું jio સબસ્ક્રાઈબર્સની સંખ્યા પણ 45 કરોડને પાર પહોંચવાની વાત કરી હતી.
ભારતને વિકસિત બનાવવાનું સપનું: વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સપનું અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ''આપણે બધાએ સાથે મળીને દેશ માટે કામ કરવું પડશે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે આગળ આવવું પડશે. આમાં કોઈએ પાછળ ન રહેવું જોઈએ.'' દુનિયાભરમાં પડકારોને ટાંકીને મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ''ભારત આશાના કિરણ તરીકે ઉભરી રહ્યું છે. નવું ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે.''
- Finance Minister Sitharaman: જન ધન યોજના ભારતમાં નાણાકીય ક્રાંતિ લાવી, 50 કરોડથી વધુ બેંક એકાઉન્ટ ખોલ્યા: નિર્મલા સીતારમણ
- Basmati Rice Export: સરકારે બાસમતી ચોખાની નિકાસ પર શરતી પ્રતિબંધ મૂક્યો, સ્થાનિક સ્ટોક વધારવા પર ભાર મૂક્યો
- Sensex Opening Bell: પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ, રૂપિયો થયો મજબૂત