ગુજરાત

gujarat

ETV Bharat / business

Edible Oils: સામાન્ય લોકો માટે રાહતના સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો - MOTHER DAIRY SLASHES PRICES

ખાદ્યતેલની બ્રાન્ડ 'ધારા'એ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. કંપનીએ તેના તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જાણો ભાવ ઘટાડા પછી નવી કિંમતો સાથેનું પેકિંગ ક્યારે મળશે, વાંચો પૂરા સમાચાર...

Etv BharatEdible Oils
Etv BharatEdible Oils

By

Published : Jun 9, 2023, 9:43 AM IST

નવી દિલ્હીઃસામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. ખાદ્ય તેલ બ્રાન્ડ 'ધારા' વેચતી મધર ડેરીએ આ તેલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સાથે જ કહ્યું કે આગામી સપ્તાહથી નવા ભાવ સાથેનું પેકિંગ ઉપલબ્ધ થશે. જેમાં ગ્રાહકને ઓછી કિંમતના તેલનું નવું પેકેજ મળશે. મધર ડેરી, દિલ્હી અને એનસીઆર પ્રદેશમાં દૂધના ઉત્પાદનોની અગ્રણી સપ્લાયર, ધારા બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલનું વેચાણ પણ કરે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને ધારા બ્રાન્ડના તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મધર ડેરીના પ્રવક્તાએ ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું-

“ધારા ખાદ્ય તેલના તમામ પ્રકારોની મહત્તમ છૂટક કિંમત (MRP)માં 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે સરસવ જેવા તેલીબિયાં પાકોની ઉપલબ્ધતામાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

ભાવ ઘટાડા બાદ તેલના નવા ભાવ:આ સાથે પ્રવક્તાએ કહ્યું કે ધારા બ્રાન્ડના ખાદ્ય તેલ આગામી સપ્તાહ સુધીમાં નવા MRP સાથે ખુલ્લા બજારમાં ઉપલબ્ધ થશે. ભાવ ઘટાડા બાદ ધારાનું રિફાઈન્ડ વેજીટેબલ ઓઈલ હવે ઘટીને 200 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તેવી જ રીતે ધારા કાચી ઘની મસ્ટર્ડ ઓઈલની એમઆરપી 160 રૂપિયા પ્રતિ લીટર અને ધારા સરસવના તેલની એમઆરપી 158 રૂપિયા પ્રતિ લીટર હશે. આ સાથે ધારાનું રિફાઈન્ડ સેફ્લાવર ઓઈલ હવે રૂપિયા 150 પ્રતિ લીટર અને નાળિયેરનું તેલ રૂપિયા 230 પ્રતિ લીટરના ભાવે વેચાશે.

આ પણ વાંચો:

  1. Reviva Package Of BSNL: સરકારના 89 હજાર કરોડના પેકેજની મંજૂરી બાદ, BSNL આપશે 4G અને 5Gની મજા!
  2. IRCTC Tour Packages : સાત જ્યોતિર્લિંગના દર્શન કરવાની સુવર્ણ તક, માત્ર આટલા રુપિયામાં ઘણી સુવિધાઓ
  3. RBI Monetary Policy: RBIની રાહત, સતત બીજી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં વ્યાજદર નહીં વધે

ABOUT THE AUTHOR

...view details