નવી દિલ્હીઃ 1 જૂન, 2023ના રોજ સામાન્ય જનતાના ખિસ્સા માટે રાહતના સમાચાર આવ્યા છે. ગેસ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ગેસ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. આ પહેલા 1 મે 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
એલપીજીના ભાવમાં ઘટાડો:ભારતમાં પેટ્રોલિયમ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો કરવાથી, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સહિત દેશના ઘણા ભાગોમાં સિલિન્ડર સસ્તા થશે. હવે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂપિયા 1773માં મળશે. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1875.50 રૂપિયા, મુંબઈમાં 1725 રૂપિયા અને ચેન્નાઈમાં 1973 રૂપિયા હશે.
અમદાવાદમાં ગેસના ભાવ: અમદાવાદમાં 1100 રૂપિયા, પટનામાં ઘરેલુ ગેસની કિંમત રૂ. 1201, કન્યાકુમારી રૂ. 1187, આંદામાન રૂપિયા 1179, રાંચી રૂપિયા 1160.50, દહેરાદૂન રૂપિયા 1122, ચેન્નાઇ રૂપિયા 1118.50, આગ્રા રૂપિયા 1115.50, ચંદીગઢ રૂપિયા 1112, લખનૌમાં 1147.50 અને 1140.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વેચાઈ રહ્યો છે.
અગાઉના ઘટાડા પર નજરઃ એપ્રિલમાં પણ ભાવમાં ઘટાડો કરાયો મે મહિના પહેલા એપ્રિલ મહિનામાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. 1 એપ્રિલે તેની કિંમતમાં 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ધ્યાન રાખો કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિને બદલાતી રહે છે. તે જ સમયે, એપ્રિલ મહિના પહેલા, માર્ચ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા 1 મે 2022ના રોજ દિલ્હીમાં LPG કોમર્શિયલ ઉપયોગ સિલિન્ડરની કિંમત 2355.50 રૂપિયા પર પહોંચી હતી અને આજે તે ઘટીને 1856.50 રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે દિલ્હીમાં 499 રૂપિયાનો ઘટાડો થયો છે.
- Gas Price: સરકારે CNG પાઇપ્ડ રાંધણ ગેસની કિંમત 10 ટકા ઘટાડવા ગેસના ભાવ નિર્ધારણ ફોર્મ્યુલામાં કર્યો સુધારો
- LPGના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો સસ્તો થયા ગેસ સિલિન્ડર