નવી દિલ્હી:પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) એ ભારત સરકાર દ્વારા 2017 માં શરૂ કરવામાં આવેલી પેન્શન યોજના છે. જેમાં 60 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પેન્શનની ચુકવણી સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે. આ યોજના હેઠળ ઘણી યોજનાઓ છે. જે રોકાણકારો તેમની ઈચ્છા મુજબ પ્લાન પસંદ કરી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો તેમજ નિવૃત્તિ પછીના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરવાનો છે.
રોકાણ કરવાની છેલ્લી તારીખ:તમને જણાવી દઈએ કે, આ યોજના ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવાની છેલ્લી તારીખ 31 MARCH છે. તેથી, તેનો લાભ લેવા માટે, તમે સમયસર તેમાં રોકાણ કરી શકો છો.
આ પણ વાંચો:Gold Silver price : સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો
રોકાણની મહત્તમ રકમ: 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણની રકમ પર વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. વ્યક્તિએ આ પોલિસીમાં 10 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે અને તે પણ એકસાથે એટલે કે સમગ્ર રોકાણ એક જ વારમાં કરવાનું હોય છે.
આ પણ વાંચો:Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં આશિંક ફેરફાર
દર મહિને કેટલી રકમ મળશે: તમને દર મહિને કેટલા પૈસા મળશે તે તમારા રોકાણ પર આધારિત છે. રોકાણના આધારે દર મહિને 1000 થી 9,250 રૂપિયા સુધી પેન્શન મળે છે. 15 લાખ રૂપિયા સુધીના રોકાણ પર દર મહિને 9,250 રૂપિયા પેન્શનની રકમ મળશે. જો પતિ-પત્ની બંને આ સ્કીમમાં રોકાણ કરે છે, તો તેમણે 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ બંનેને દર મહિને 18,500 રૂપિયા મળશે. સરકારે વર્ષ 2018માં રોકાણની રકમમાં વધારો કર્યો હતો.