ગુજરાત

gujarat

ETV Bharat / business

Education Investment: બાળકોની શૈક્ષણિક ખર્ચાને પહોંચી વળવા 8થી 10 વર્ષ અગાઉથી કરવી પડશે તૈયારી - Education Investment

તમારા બાળકોની ભવિષ્યની શૈક્ષણિક જરૂરિયાતો માટે 8થી 10 વર્ષ અગાઉથી નાણાકીય તૈયારી કરો. શિક્ષણ ફૂગાવાને હરાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, લાંબા ગાળાના રોકાણો કે, જે તમને તમારા બાળકોના ભાવિ શૈક્ષણિક ખર્ચ કરતાં વધુ વળતર આપે છે. તમે કઈ યોજનાઓ પસંદ કરી શકો છો તે જોવા માટે આગળ વાંચો.

Education Investment: બાળકોની શૈક્ષણિક ખર્ચાને પહોંચી વળવા 8થી 10 વર્ષ અગાઉથી કરવી પડશે તૈયારી
Education Investment: બાળકોની શૈક્ષણિક ખર્ચાને પહોંચી વળવા 8થી 10 વર્ષ અગાઉથી કરવી પડશે તૈયારી

By

Published : Mar 3, 2023, 3:24 PM IST

હૈદરાબાદઃકૉલેજ અને ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વાર્ષિક ધોરણે વધી રહ્યો છે. તમારા બાળકોના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા તમારે વર્ષો અગાઉથી આયોજન કરવું જોઈએ. જોકે, લાંબાગાળાની યોજનાઓમાં વિચારશીલ રોકાણ તમારા બાળકો કૉલેજના અભ્યાસ સુધી પહોંચે ત્યાં સુધી તમને શૈક્ષણિક ફૂગાવાના ઊંચા વધારાને હરાવવા આર્થિક રીતે તૈયાર થઈ જશે. આ માટે તમારે શું કરવાની જરૂર છે. જાણો.

આ પણ વાંચોઃSC ON ADANI HINDENBURG : અદાણી શેરમાં થયેલા ઘટાડા મામલે સુપ્રીમે સમિતિની રચના કરવાનો આપ્યો આદેશ

સોનામાં રોકાણઃજો સોનું કે ચાંદી ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) લેવામાં આવે તો, તમારી ભવિષ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ ઉપલબ્ધ છે. જોકે, જ્યારે રોકાણની વાત આવે ત્યારે આ બહુ ફાયદાકારક નથી. આવા કિસ્સામાં બેલેન્સ્ડ એડવાન્ટેજ અને હાઈબ્રિડ ઈક્વિટી ફંડને ધ્યાનમાં લઈ શકાય. તેમનો કાર્યકાળ 8 વર્ષનો હોવાથી સારા વળતરની શક્યતા છે. જો તમે દર મહિને 10,000 રૂપિયાના દરે 8 વર્ષ માટે રોકાણ કરો છો તો 10 ટકા વળતર સાથે 13,72,300 રૂપિયા મેળવી શકાય છે.

એક્સિડિંગ રિટર્ન્સઃઘણા વાલીઓ તેમની પુત્રીની ભાવિ જરૂરિયાતો માટે પહેલા પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માગે છે. આ માટે યોગ્ય રકમ માટે તમારા નામે જીવન વીમા પૉલિસી લો. હાલમાં શિક્ષણનો મોંઘવારી ઊંચો છે. ભવિષ્યમાં તેમાં વધારો થવાની સંભાવના છે. તમે જ્યાં પણ રોકાણ કરો છો. તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે. વળતર એજ્યુકેશન ફૂગાવા કરતા વધારે છે.

સારું વળતર મળી શકે છેઃ બીજા 15 વર્ષ પછી તમારી દિકરીને ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર પડશે. તેથી તમે ડાઈવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરો. નુકસાનનો થોડો ભય હોવા છતાં સારું વળતર મળવાની શક્યતાઓ વધુ છે. જો તમે ઓછામાં ઓછા 15 વર્ષ માટે દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરો છો. તો તમને 12 ટકા વળતર સાથે 67,10,348 રૂપિયા મળી શકે છે.

લાઈફ કવર્સ અને SIP:દર મહિને 40,000 રૂપિયાના પગારમાંથી 5,000 રૂપિયાનું રોકાણ કરવા માગતા વ્યક્તિ માટે ઘણી યોજનાઓ છે. તમારી વાર્ષિક આવકના ઓછામાં ઓછા 10થી 12 ગણા માટે જીવન વીમા પૉલિસી લેવી જોઈએ. ટર્મ પોલિસી જે ઓછા પ્રીમિયમ સાથે વધુ રક્ષણ આપે છે. તે આ માટે ધ્યાનમાં લઈ શકાય છે. સારી પેમેન્ટ હિસ્ટ્રી ધરાવતી 2 કંપનીઓ પાસેથી વીમા પૉલિસી લો. વ્યક્તિગત અકસ્માત વીમો અને આરોગ્ય વીમા પૉલિસી પણ હોવી જોઈએ. તમે ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડમાં રોકાણ કરવા માગતા હોવ તો 5,000 રૂપિયામાંથી 3,000 રૂપિયાનું SIPમાં રોકાણ કરો. બાકીના 2,000 રૂપિયા PPFમાં જમા કરો.

આ પણ વાંચોઃWhatsApp new feature: વોટ્સએપે રિલીઝ કર્યું તેનું નવું ફીચર, જાણો ક્યું છે એ

એફડીઃવરિષ્ઠ નાગરિકો પાસે કેટલાક વિકલ્પો હોય છે. જો તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પાકતી મુદત સુધી પહોંચે છે. સુરક્ષિત 9 ટકા વળતર યોજનાઓ હાલમાં ઉપલબ્ધ નથી. કેટલીક બેન્કો વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.50 ટકા સુધીનું વ્યાજ ઑફર કરી રહી છે. આના વિકલ્પ તરીકે તમે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વિચાર કરી શકો છો, જે 8 ટકા વ્યાજ આપે છે.

ABOUT THE AUTHOR

...view details