નવી દિલ્હી: સરકારે શનિવારે ક્વોટાના આધારે 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી (Govt resumes sugar exports) છે. ખાદ્ય મંત્રાલયે એક સૂચનામાં આ માહિતી આપી છે. આ સૂચના અનુસાર, ખાદ્ય મંત્રાલયે આવતા વર્ષે 31 મે સુધી 60 લાખ ટન ખાંડની નિકાસને (sugar output) મંજૂરી આપી છે. છેલ્લી 3 સુગર માર્કેટિંગ સીઝનમાં સરેરાશ ખાંડ ઉત્પાદનના 18.23 ટકા નિકાસ ક્વોટા તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
સરકારે ક્વોટાના આધારે ખાંડની નિકાસને આપી મંજૂરી, નિકાસકાર વિદેશમાં કરશે વેચાણ - ભારતીય અર્થતંત્ર
ખાદ્ય મંત્રાલયે ક્વોટાના આધારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી (Govt resumes sugar exports) આપી છે. આ મંજુરી મળ્યા બાદ સુગરની ફેક્ટરી પોતાની રીતે અથવા નિકાસકારો દ્વારા વિદેશમાં ખાંડનું વેચાણ (sugar output) કરી શકે છે.
ખાંડની નિકાસ મંજૂરી:આ મંજુરી મળ્યા બાદ સુગરની ફેક્ટરી પોતાની રીતે અથવા નિકાસકારો દ્વારા વિદેશમાં ખાંડનું વેચાણ કરી શકે છે. આ ઉપરાંત ખાંડની દેશની અન્ય સુગરની ફેક્ટરીના નિકાસ ક્વોટા સાથે પણ અદલાબદલી કરી શકશે. આ સૂચના અનુસાર, “ખાંડની અનિયંત્રિત નિકાસને રોકવા અને સ્થાનિક વપરાશ માટે વાજબી દરે ખાંડન સ્ટોક જાળવવા માટે, સરકારે તારીખ 1 નવેમ્બર 2022 થી તારીખ 31 મે 2023 સુધી વાજબી મર્યાદા સાથે ખાંડની નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
ખાંડની સીઝન 2022:સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિકાસ ક્વોટાના પ્રથમ બેચને મે મહિનાના અંત સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તે પછી સ્થાનિક ખાંડ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને નિકાસ ક્વોટા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવશે. ખાંડની સીઝન વર્ષ 2022-23માં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં તે આગામી સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. ખાંડની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે અને આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે. સરકારે ખાંડની સીઝન વર્ષ 2021-22ના અંતે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ છતાં ખાંડની ગત સીઝનમાં લગભગ 1.1 કરોડ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી.