ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market Updates : રેકોર્ડ બ્રેકિંગ રેલીને લાગી બ્રેક, ભારતીય શેરબજારની સપાટ શરૂઆત - ગ્લોબલ કોમોડિટી માર્કેટ

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ આજે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE Sensex નજીવા સુધારા સાથે 73,332 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty નજીવા ઘટાડા સાથે 22,080 પર ખુલ્યો હતો. Share Market Updates

Share Market Updates
Share Market Updates

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 9:36 AM IST

મુંબઈ :કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. જ્યારે આજે બજારની સપાટ શરૂઆત થઈ છે. BSE Sensex 4 પોઈન્ટના નજીવા વધારા સાથે 73,332 પર સપાટ ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 17 પોઈન્ટના ઘટાડા સાથે 22,080 પર ખુલ્યો હતો. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોના કારણે આજે બજારમાં નરમાઈ જોવા મળી શકે છે.

વૈશ્વિક બજાર :વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોના કારણે આજે બજારમાં નરમાઈ જોવા મળી શકે છે. GIFT નિફ્ટી મામૂલી નબળાઈ સાથે 22,100 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન વાયદા બજારમાં નરમાઈ નોંધાઈ રહી છે.

બજારના મહત્વપૂર્ણ ટ્રિગર :DOW ફ્યુચર 100 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે મોલાસેસની નિકાસ પર 50% ડ્યુટી લાદવામાં આવી છે. સતત 4 દિવસ વેચવાલી બાદ FII કેશમાં લેવાલી આવી છે.

ગ્લોબલ કોમોડિટી માર્કેટ :મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠાને અસર થવાની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉતાર ચઢાવ છે. લાલ સમુદ્રમાં વધતા હુમલાઓને કારણે તેલના ટેન્કરો રૂટ બદલી રહ્યા છે. શરારા ઓઇલ ફિલ્ડ પછી, લિબિયામાં વિરોધીઓએ તેલ ગેસ સુવિધા બંધ કરવાની ધમકી આપી છે. બુલિયનમાં દાયરા બંધ વેપાર તથા બેઝ મેટલમાં રિકવરી નોંધાઈ છે.

  1. Bullish Share Market : કમુરતા હટ્યા ! BSE Sensex 73,400 અને NSE Nifty 22,110 રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી
  2. PARLIAMENT BUDGET : મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ

ABOUT THE AUTHOR

...view details