બેઇજિંગ-ચીન:ચીનની ઝીરો કોવિડ પોલીસી અને સમયાંતરે લાગુ કરાતા લોકડાઉનથી ત્યાંના ઉદ્યોગનો મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. જેના કારણે ત્યાં રહેલી કેટલીક કંપનીઓએ (Multinational Companies China) પોતાને તાળા (Multinational Company shut off) મારવા માટે તૈયારીઓ કરી લીધી છે. એક મીડિયા અહેવાલમાં યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સના (European union chamber of Commerce) રીપોર્ટને ટાંકવામાં આવ્યો છે. ફાઇનાન્શિયલ પોસ્ટે રીપોર્ટ આપ્યો છે કે, ચીનનું વલણ કેવું રહેશે એ કહેવું કઠિન છે. દુનિયાના દેશ હવે ચીનનો ભરોસો કરતા નથી.
મલ્ટિનેશનલ કંપની ચીનઃ ચીનની પોલીસીને કારણે ત્યાં રહેલી મલ્ટિનેશનલ કંપનીઓ હવેચીન છોડવાની તૈયારીમાં છે. આ માટે કંપનીઓએ પોતાનો માલસામાન બાંધી લીધો છે. યુરોપીયન કોમર્સ ચેમ્બરના એક સર્વે અનુસાર 50 ટકા કંપનીઓએ એવું જણાવ્યું હતું કે, ચીનમાં બિઝનેસને હવે રાજકીય સ્પર્શ લાગી રહ્યો છે. યુરોપની કંપનીઓ ચીનમાં રોકાણ કરવા માટે તૈયાર નથી. ચીનની માર્કેટમાં એન્ટ્રી લેતા પહેલા કંપનીઓ સો વખત વિચાર કરી રહી છે. ચીનના બદલાતા વલણ અંગે પણ એવો વિચાર કરી રહી છે કે, ચીન ક્યાં સુધી આ પોલીસીને કાયમી રાખશે.
વર્ષ 2022માં ચીન છોડીને ગયેલી કંપનીઓ પરથી એ વાત કહી શકાય છે કે, ચીન પરથી દુનિયાના દેશનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તારીખ 3 ઑક્ટોબરના રોજ સર્ચ એન્જિનની દુનિયામાં બાપ ગણાતી ગુગલ કંપની પોતાની ટ્રાંસલેશન સર્વિસ ચીન માટે બંધ કરી રહી છે. આ પાછળનું કારણ એ છે કે, ટ્રાંસલેટરનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. આ પહેલા મીડિયા રીપોર્ટમાંથી એ વાત જાણવા મળી હતી કે, હોંગકોંગમાં VPN સર્વિસ વગર ટ્રાંસલેટર ચાલતું નથી.--ફાયનાન્સિયલ પોસ્ટ..
કંપનીને તાળાઃ ગુગલની સાથે અન્ય કંપનીઓ પણ જોડાઈ રહી છે. જે ચીન પર ભરોસો કરતી નથી. જેમાં એમેઝોન, લિંક્ડઈન, યાહુ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીનો સમાવેશ થાય છે. જેને ચીનમાં પોતાના તમામ ઑપરેશન બંધ કરી દીધા છે. રીપોર્ટ અનુસાર 2013માં એમેઝોન કંપનીએ ચીનથી રીડર એપ કિંડલ લૉન્ચ કરી હતી. આ એપ્લિકેશને ચીનના નાગરિકો વચ્ચે સારી એવી જગ્યા બનાવી લીધી હતી. ઈ બુક માર્કેટમાં આ એપ્લિકેશને પોતાનો 65 ટકા ભાગ જમાવી લીધો હતો. જૂન 2022માં એમેઝોને ચીનમાંથી આ એપ્લિકેશન બંદ કરવાનું એલાન કર્યું હતું. ઑક્ટોબર 2021માં લિક્ડઈન સોશિયલ નેટવર્કિંગ કંપનીએ ચીનમાંથી વાવટા સમેટી લીધા. આ પાછળનું કારણ ચીનની મનઘંડત પોલીસી જવાબદાર છે. આવનારા ભવિષ્યમાં વધુ કોઈ કંપનીઓ કાયમી રોકાણનો વાયદો કર્યા વગર જ ચીન છોડી દે તો નવાઈ નહીં