મુંબઈ :કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE Sensex 34 પોઈન્ટના ઉછાળા સાથે 69,585 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.10 ટકાના વધારા સાથે 20,926 ના મથાળે બંધ થયો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન એનટીપીસી, હીરો મોટર, પાવર ગ્રીડ અને આઈશર મોટર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટીસીએસ, ઇન્ફોસિસ, એક્સિસ બેંક અને બજાજ ફિનસર્વમાં ઘટાડા સાથે કારોબાર થયો છે. આજના કારોબાર દરમિયાન ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, ફાર્મા અને પાવરના સ્ટોકમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે આઈટી ઈન્ડેક્સ 1.5 ટકા તૂટ્યો હતો.
BSE Sensex અને NSE Nifty મામૂલી ઉછાળા સાથે બંધ થયા, ઓટો-પાવર-ફાર્મામાં તેજી જોવા મળી - ભારતીય રૂપિયામાં ઘટાડો
13 ડિસેમ્બર બુધવારના રોજ Indian stock market ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 34 પોઈન્ટના ઉછાળા સાથે 69,585 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.10 ટકાના વધારા સાથે 20,926 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે બજાર હળવા સુધારા સાથે ખુલ્યા બાદ સપાટ બંધ થયું હતું.
Published : Dec 13, 2023, 4:59 PM IST
સ્થાનિક બજારની સ્થિતિ :સ્થાનિક બજારની નબળી સ્થિતિ અને અમેરિકી ડોલરમાં સકારાત્મક વલણને કારણે બુધવારે ભારતીય રૂપિયામાં ઘટાડો થયો હતો. જોકે, ક્રૂડ ઓઈલના ભાવમાં રાતોરાત ઘટાડો અને ભારતના અનુકૂળ વ્યાપક આર્થિક આંકડાએ ઘટાડાને હળવો કર્યો છે. ભારતનો CPI ફુગાવો ઓક્ટોબર 2023 માં 4.87 ટકા હતો, જે નવેમ્બર 2023 માં ઘટીને 5.55 ટકા થયો છે. ભારતનો IIP સપ્ટેમ્બર 2023 માં 6.2 ટકાની સરખામણીએ ઓક્ટોબર 2023 માં 11.7 ટકા વધ્યો હતો.
આજનો શરુઆતી કારોબાર :સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 97 પોઈન્ટના વધારા સાથે 69,649 પર ખુલ્યો હતો. ઉપરાંત NSE પર નિફ્ટી 36 પોઈન્ટના વધારા સાથે 20,930 પર ખુલ્યો હતો.