ગુજરાત

gujarat

ETV Bharat / business

Apple Quarter Sales: ભારતમાં એપલે બનાવ્યો કમાણીનો રેકોર્ડ - APPLE

એપલે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. જેની જાણકારી ખુદ એપલના CEO ટિમ કુકે આપી હતી. તમને જણાવી દઈએ કે, હાલમાં જ ટિમ કુકે ભારતમાં એપલના 2 રિટેલ સ્ટોર ખોલ્યા છે. કેટલી કમાણી થઈ તે જાણો.

Etv BharatApple Quarter Sales
Etv BharatApple Quarter Sales

By

Published : May 6, 2023, 12:55 PM IST

નવી દિલ્હી: આઇફોન અને સ્માર્ટ ડિવાઇસ નિર્માતા એપલે આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશમાં રેકોર્ડ વેચાણ નોંધાવ્યું હતું અને વર્ષ-દર-વર્ષના આધારે બે આંકડાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો. કંપનીના CEO ટિમ કુકે આ જાણકારી આપી હતી. કૂક ગયા મહિને જ ભારત આવ્યો હતો અને તેણે મુંબઈ અને નવી દિલ્હીમાં કંપનીના પ્રથમ બ્રાન્ડ રિટેલ સ્ટોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. એપલે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 94.8 બિલિયન ડોલર (કંપની દ્વારા માલ વેચીને મેળવેલી કમાણી) ની રેકોર્ડ આવક નોંધાવી હતી, જે અપેક્ષા કરતાં વધુ સારી છે.

કુકે વિશ્લેષકોને કહ્યું: 'ભારતમાં એપલના સારા બિઝનેસને કારણે અમે એક ક્વાર્ટરમાં કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. વાર્ષિક ધોરણે મજબૂત ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે. તેથી તે અમારા માટે ખૂબ જ સારો ક્વાર્ટર રહ્યો છે. ભારત અતિ ઉત્તેજક બજાર છે. તેથી આ અમારા માટે મુખ્ય ધ્યાન છે. હું તાજેતરમાં ત્યાં ગયો હતો. બજારમાં ગતિશીલતા અવિશ્વસનીય છે.'

મુંબઈમાં અને દિલ્હીમાં બે સ્ટોર લોન્ચ કર્યા: એપલ વધુ ગ્રાહકોને સેવા આપવા માટે ભારતમાં સમયાંતરે કામગીરી વિસ્તારી રહી છે. કૂકે કહ્યું, ત્રણ વર્ષ પહેલા અમે એપલ સ્ટોરને ઓનલાઈન લોન્ચ કર્યો હતો અને પછી અમે થોડા અઠવાડિયા પહેલા બે સ્ટોર લોન્ચ કર્યા હતા - એક મુંબઈમાં અને એક દિલ્હીમાં, જે ખૂબ જ સારી રીતે શરૂ થયા છે. એપલને દેશમાં ઘણા ચેનલ પાર્ટનર્સ પણ મળ્યા છે.

લોકો બ્રાન્ડને લઈને ઉત્સાહી છે: એપલના CEO ટિમ કુકે કહ્યું કે, હું ભારત જઈને ખૂબ જ ખુશ છું. તે જોઈને સારું છે કે ત્યાંના લોકો બ્રાન્ડને લઈને ઉત્સાહી છે. એપલ મધ્યમ વર્ગીય પરિવારના લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. મને ખરેખર લાગે છે કે ભારત એક વળાંક પર છે. ત્યાં હોવું ખૂબ જ સરસ છે. કંપનીએ મેક્સિકો, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સાઉદી અરેબિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતમાં કોઈપણ ક્વાર્ટર માટે અને બ્રાઝિલ, મલેશિયા અને ભારતમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે નવા રેકોર્ડ બનાવ્યા છે.

આ પણ વાંચો

WhatsApp Loan: WhatsApp પર મળશે 10 લાખ સુધીની લોન, જાણો શું છે પ્રોસેસ

Quad HD+ Laptop : ધમાકેદાર ગેમિંગ માટે QHD પ્લસ ડિસ્પ્લે સાથેનું લેપટોપ લોન્ચ કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details