નવી દિલ્હી: મલેશિયાની એરલાઇન એર એશિયાએ એર એશિયાઇન્ડિયામાં તેનો બાકીનો હિસ્સો એર ઇન્ડિયાને વેચવા માટે કરાર પર હસ્તાક્ષર (Air Asia sold the shares to Air India) કર્યા છે. કારણ કે, તે ASEAN (Association of Southeast Asian Nations) દેશો પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. કંપનીએ બુધવારે જારી કરેલા નિવેદનમાં આ જાણકારી આપી છે. ટાટા ગ્રૂપ અને મલેશિયન એન્ટિટીની માલિકીની એર એશિયા ઇન્ડિયાએ જૂન 2014માં કામગીરી શરૂ કરી હતી. એર એશિયા એવિએશન ગ્રૃપ (AirAsia Aviation Group Limited) એ AirAsia (India) પ્રાઈવેટ લિમિટેડમાં તેનો બાકીનો હિસ્સો ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયાને વેચી દીધો છે.
શેર ખરીદી કરાર:એર એશિયા એવિએશન ગ્રુપ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એર એશિયા ઇન્ડિયાના બાકીના શેર એર ઇન્ડિયાને વેચવા માટે શેર ખરીદી કરાર કર્યો છે. તેણે આ સંબંધમાં કોઈ ચોક્કસ માહિતી શેર કરી નથી. એર એશિયા ઈન્ડિયા ટાટા સન્સ અને એર એશિયા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ હતું.