ગુજરાત

gujarat

ETV Bharat / business

કયા કારણથી એર ઈન્ડિયા ભરતીના દિવસે જ 55 ટકા ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થઈ વિલંબિત ?

સિવિલ એવિએશનના (Civil Aviation) સૂત્રોએ જણાવ્યું હતું કે, નોંધપાત્ર સંખ્યામાં કેબિન ક્રૂ મેમ્બર્સ બિમીરીની રજા લઈને એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ માટે ગયા હતા. જેના કારણે ઈન્ડિગોની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (IndiGo's domestic flights) શનિવારે મોડી પડી હતી. ઈન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઈન (India's largest airline) છે, જે હાલમાં લગભગ 1,600 ફ્લાઈટ્સ દરરોજ ઓપરેટ કરે છે.

કયા કારણથી એર ઈન્ડિયા ભરતીના દિવસે જ 55% ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થઈ વિલંબિત ?
કયા કારણથી એર ઈન્ડિયા ભરતીના દિવસે જ 55% ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થઈ વિલંબિત ?

By

Published : Jul 4, 2022, 1:29 PM IST

નવી દિલ્હી: ઈન્ડિગોની 55 ટકા સ્થાનિક ફ્લાઈટ્સ શનિવારે મોડી પડી હતી કારણ કે, નોંધપાત્ર સંખ્યામાં કેબિન ક્રૂ સભ્યોએ માંદગીની રજા લીધી હતી, ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ દેખીતી રીતે એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ માટે ગયા હતા. જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે DGCAના (Directorate General of Civil Aviation) વડા અરુણ કુમારે રવિવારે મીડિયાને કહ્યું કે, અમે આની તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો:Share Market India: પહેલા જ દિવસે શેરબજારમાં 'કભી ખુશી કભી ગમ'નો માહોલ

ભારતની સૌથી મોટી એરલાઈન: ઉદ્યોગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, એર ઇન્ડિયાની ભરતી ઝુંબેશનો (Air India's recruitment) બીજો તબક્કો શનિવારે હાથ ધરવામાં આવ્યો હતો અને ઇન્ડિગોના મોટાભાગના કેબિન ક્રૂ સભ્યો જેમણે માંદગીની રજા લીધી હતી તેઓ પણ તેના માટે ગયા હતા. ઈન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઈન છે જે હાલમાં લગભગ 1,600 ફ્લાઈટ્સ દરરોજ ઓપરેટ કરે છે. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે.

PTIની વિનંતીનો જવાબ ન આપ્યો: ઈન્ડિગોએ આ બાબતે નિવેદન માટે PTIની વિનંતીનો જવાબ આપ્યો ન હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઈટ (Ministry of Civil Aviation's website) અનુસાર, ઈન્ડિગોની 45.2 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શનિવારે સમયસર ઓપરેટ થઈ હતી. તેની સરખામણીમાં શનિવારે એર ઈન્ડિયા, સ્પાઈસજેટ, વિસ્તારા, ગો ફર્સ્ટ અને એરએશિયા ઈન્ડિયાનું ઓન-ટાઇમ પ્રદર્શન અનુક્રમે 77.1 ટકા, 80.4 ટકા, 86.3 ટકા, 88 ટકા અને 92.3 ટકા હતું. ઈન્ડિગોના CEO રોનજોય દત્તાએ (IndiGo CEO Ronjoy Dutta) 8મી એપ્રિલે કર્મચારીઓને ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે, પગાર વધારવો એ મુશ્કેલ અને કાંટાળો મુદ્દો છે, પરંતુ એરલાઈન તેની નફાકારકતા અને સ્પર્ધાત્મક વાતાવરણના આધારે વેતનની સતત સમીક્ષા કરશે અને તેને સમાયોજિત કરશે.

આ પણ વાંચો:શું તમને પણ આવી રહ્યાં છે નકલી વીમા એજન્ટોના કોલ, તો અપનાવો આ ટ્રીક નહિં તો...

કેબિન ક્રૂ સભ્યો માટે ભરતી અભિયાન: ઇન્ડિગોએ 4 એપ્રિલના રોજ કેટલાક પાઇલટ્સને સસ્પેન્ડ કર્યા હતા. જેઓ કોવિડ-19 રોગચાળાના (COVID-19 pandemic) શિખર દરમિયાન લાગુ કરાયેલા પગારમાં કાપના વિરોધમાં બીજા દિવસે હડતાલનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા હતા. ગયા વર્ષે 8 ઑક્ટોબરે એરલાઇન માટે બિડ સફળતાપૂર્વક જીત્યા બાદ ટાટા ગ્રૂપે 27 જાન્યુઆરીએ એર ઇન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું હતું. એર ઈન્ડિયા નવા વિમાનો ખરીદવા અને તેની સેવાઓમાં સુધારો કરવાની યોજના ધરાવે છે અને તેણે તાજેતરમાં નવા કેબિન ક્રૂ (cabin crew) સભ્યો માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે

પગારમાં 8 ટકાનો વધારો: એરક્રાફ્ટ ઉત્પાદક એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર ક્રિશ્ચિયન શેરરે (Christian Scherer) 19 જૂને દોહામાં જણાવ્યું હતું, કે એર ઈન્ડિયા ટાટા ગ્રૂપની (Tata Group) સક્ષમ કારભારી હેઠળ સ્પષ્ટ રીતે પુનઃસંગઠિત થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર માર્કેટ શેર પાછું મેળવવા માટે નવા વિમાનોમાં રોકાણ કરવા માંગે છે. રોગચાળા દરમિયાન, ઇન્ડિગોએ તેના પાઇલટ્સના પગારમાં 30 ટકા જેટલો ઘટાડો કર્યો હતો. આ વર્ષે 1 એપ્રિલના રોજ એરલાઈને પાઈલટોના પગારમાં 8 ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વિક્ષેપ ન થાય તો નવેમ્બરથી 6.5 ટકાનો બીજો વધારો લાગુ કરવામાં આવશે. જો કે, આ નિર્ણયથી પાઇલોટ્સનો એક વર્ગ અસંતુષ્ટ રહ્યો અને હડતાલ ગોઠવવાનું નક્કી કર્યું.

ABOUT THE AUTHOR

...view details