ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market Closing Bell : વર્ષ 2023 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરમાર્કેટ તૂટ્યું, મુખ્ય સૂચકાંક રેડ ઝોનમાં બંધ - એડવાન્સ ડેકલાઈન રેશિયો

ભારતીય શેરબજારના સતત પાંચ દિવસના તેજીના વલણને આજે બ્રેક લાગી છે. આજે બજાર રેડ ઝોનમાં ખુલ્યા બાદ દિવસ દરમિયાન સુસ્ત કારોબાર બાદ ફરી રેડ ઝોનમાં બંધ થયું છે. BSE Sensex અને NSE Nifty અનુક્રમે 170 અને 47 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા છે. ચાલુ વર્ષ દરમિયાન શેરમાર્કેટમાં ઐતિહાસિક હાઈ નોંધાઈ હતી. ત્યારે આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ સહિત ચાલુ મહિના અને ચાલુ વર્ષનો છેલ્લો દિવસ છે.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 4:35 PM IST

મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. ઉપરાંત દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 72,240 અને 21,731 મથાળે સપાટ બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 29 ડિસેમ્બર શુક્રવારના રોજ BSE Sensex અગાઉના 72,410 બંધની સામે 59 પોઈન્ટ ઘટીને 72,351 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 72,083 પોઈન્ટ ડાઉન અને 72,417 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex ટ્રેડિંગ સેશનના અંતે લગભગ 170 પોઈન્ટ વધીને 72,240 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.23 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 21,779 ના ઓપનીંગ સામે 47 પોઈન્ટ ઘટીને 21,731 ના મથાળે સપાટ બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન NSE Nifty 21,677 પોઈન્ટ સુધી ડાઉન અને 21,770 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DIIના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. ગતરોજ NSE Nifty 21,779 ના મથાળે બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : આજના દિવસે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાંથી સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા મોટર્સ (3.84 %), ટાટા સ્ટીલ (1.56 %), એચયુએલ (0.95 %), બજાજ ફાયનાન્સ (0.75 %) અને અલ્ટ્રાટેક સિમેન્ટ (0.70 %) નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાંથી સૌથી વધુ ગગડેલા શેરોમાં SBI (-1.41 %), ઇન્ફોસીસ (-1.29 %), ટાઇટન કંપની (-1.09 %), ટેક મહિન્દ્રા (-1.05 %) અને ઇન્ડસઇન્ડ બેંકનો (-1.03 %) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1117 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1012 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ICICI બેંક અને એક્સિસ બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Update : ભારતીય શેરબજારની તેજીને બ્રેક, BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં ખુલ્યા
  2. Bullish Share Market : ભારતીય શેરબજારનો ઐતિહાસિક દિવસ, BSE Sensex એ 72,100 રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી

ABOUT THE AUTHOR

...view details