મુંબઈઃ આજે બપોરે સેન્સેક્સમાં 3100 અંકનો કડાકો થયો છે. જ્યારે નિફ્ટીમાં 950 અંકનો કડાકો થયો છે. આ શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો કડાકો છે. કોઇપણ એક દિવસમાં શેરબજારમાં આટલો મોટો કડાકો થયો નથી. શેર બજારની શરુઆતના કારોબારમાં સેન્સેક્સમાં 1600 અંકનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ઘટીને 34,000ની સપાટી આવી ગયો હતો. જ્યારે નિફટીમાં પણ 500 અંકનો કડાકો થયો છે. નિફટી ઘટીને 10 હજાર અંકની નીચે 9,950ની સપાટીએ આવી ગયો છે.
કોરોના ઈફેક્ટ: શેરબજારમાં ઐતિહાસિક કડાકો, સેન્સેક્સ 3100 પોઈન્ટ ઘટ્યો - low sensex
કોરોના વાયરસનો ઈફેક્ટ ભારત સહિત દુનિયાના શેર બજારોમાં જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની શરુઆત ફરી એકવાર ઘટાડા સાથે થઇ છે. શેરબજારમાં ઐતિહાસિક કડાકો થયો છે. સેન્સેક્સમાં 3,100 આંકનો ઘટાડો થયો છે.
કોરોના વાયરસને WHOએ મહામારી જાહેર કરી છે. જેથી દુનિયામાં કુલ 1.25 લાખ લોકો આ વાયરસથી ચેપગ્રસ્ત છે. ભારત બધા દેશોના વિઝા રદ કરી દીધા છે. ભારતીય શેર બજાર જેવી હાલત અમેરિકામાં પણ છે. બુધવારે અમેરિકાના શેર બજારમાં 1400 અંકોને ઘટાડો થયો હતો. ભારતમાં ટાટા મોટર્સ 11.11 ટકા ઘટી 88.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.83 ટકા ઘટી 272.95 પર કારોબાર કરી રહ્યો છે.
RBIની પૈસામાં રોક લગાવ્યા બાદ યસ બેંકના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો છે. યસ બેંકના ભાવ 25 સુધી આવી ગયા છે.