ગુજરાત

gujarat

સરકારની રાહત બાદ શેરબજારમાં તેજી, સેનસેક્સ 793 અંક વધ્યો

મુંબઇ: કારોબારના પ્રથમ દિવસે સેન્સેક્સ 792.96 પોઇન્ટ અથવા 2.16 ટકા વધીને 37,494.12 ના સ્તર બંધ થયો. આ સાથે કારોબાર દરમિયાન 36,492.65 ની નીચી સપાટી અને 37,544.48 ની ઉપરની સપાટી હાંસલ કરી હતી.

By

Published : Aug 26, 2019, 7:10 PM IST

Published : Aug 26, 2019, 7:10 PM IST

ghyfg

NSEના 50 શેર પર આધારિત નિફ્ટી પણ 228.50 પોઇન્ટ અથવા 2.11 ટકા વધીને 11,057.85 પર બંધ થયું હતું.

નિફ્ટી

નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ એટલે કે મૂડી લાભ પર સરચાર્જમાં થયેલા વધારાને પાછો ખેંચવાની ઘોષણા કરી હતી. તેમજ નાણા પ્રધાને બેંકોની મૂડી વધારવા માટે તાત્કાલિક બેંકોને 70,000 કરોડ રૂપિયાની વધારાની મૂડી આપવાની જાહેરાત કરી હતી.

સેનસેક્સ

નાણા પ્રધાને દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે અન્ય અનેક સુધારાની પણ જાહેરાત કરી હતી, જેથી આગામી દિવસોમાં ઉદ્યોગ અને વ્યવસાયને નવી ઉર્જા મળી શકે.

ખાસ કરીને સરચાર્જ પાછો ખેંચી લેવાથી વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોને રાહત મળી છે, જેને પગલે સ્થાનિક શેરબજારમાં ફરી તેજી જોવા મળી છે.

સેનસેક્સ

  • ખુલ્યું- 37,363.95
  • બંધ- 37,494.12

નિફ્ટી

  • ખુલ્યું- 11,000.30
  • બંધ- 11,057.85

વધનારા શેર્સ

  • અદાણી પોર્ટ- 369.70 (+5.83 ટકા)
  • યસ બેન્ક- 62.45 (+5.40ટકા)
  • HDFC- 2,148.95 (+5.15 ટકા)
  • બજાજ ફાયનાન્સ- 3,332.00 (+4.97 ટકા)
  • અલ્ટ્રાટેક સિમેન્ટ- 4,042.30 (+4.67 ટકા)
    BSEના 30 શેર

ઘટનારા શેર્સ

  • JSW સ્ટીલ-213.95 (-3.04 ટકા)
  • સનફાર્મા- 418.65 (-2.14 ટકા)
  • હીરોમોટો કોર્પ- 2,585.35 (-2.08 ટકા)
  • ટાટા સ્ટીલ- 338.15 (-2.06 ટકા)
  • વેદાંતા- 134.85 (-1.86 ટકા)

ABOUT THE AUTHOR

...view details