સેનસેક્સ સવારે 9.59 વાગ્યે 107.28 અંકોના વધારા સાથે 39,077.08 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 10.80 અંકના મામુલી વધારા સાથે 11,719.90 રક કારોબાર કરી રહ્યા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ ગઇ કાલે સાંજના ક્લોઝિંગ કરતા 116.41 અંકોની તેજી સાથે 39,086.21 પર ખુલ્યો.
લોકસભા ચુંટણીના પરિણામના એક દિવસ પહેલા સેનસેક્સમાં મજબુતી
મુંબઇ: લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય શેર બજારની શરુઆત મજબુતી સાથે થઇ હતી. સેનસેક્સ સવારે 39,000 ના સ્તર પર ખુલ્યો જ્યારે નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી.
ફાઇલ ફોટો
નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 18.85 અંકના વધારા સાથે 11,725.95 પર ખુલ્યું, તો શરુઆતી કારોબારમાં નિફ્ટી 11,753.90ના ઉપરના સ્તર પર તો 11,682.40 ના નીતલા સ્તર પર રહ્યું હતું.