બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 35.49 અંકના ઘટાડા સાથે 39,714.27 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 22.95 અંકોના ઘટાડા સાથે 11,905.80 પર ખુલ્યું હતુ.
સેનસેક્સ 35 અંક ઘટીને ખુલ્યો, રુપિયામાં પણ નબળાઇ
મુંબઈ: દેશના શેરબજારના શરૂઆતી કારોબારમાં બુધવારે ઘટાડા સાથે ખૂલ્યા હતા. પ્રમુખ સૂચકાંક સેનસેક્સ સવારે 9.35 વાગ્યે 36.35 અંકના ઘટાડા સાથે 39,713.38 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 8.35 અંકના મામુલી ઘટાડા સાથે 11,919.90 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
file photo
ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 6 પૈસા તૂટીને 67.75 પર ખુલ્યો હતો. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 69.69 ના સ્તર પર બંધ થયો હતો.