ગુજરાત

gujarat

શેરબજારમાં સકારાત્મક વલણ, સેનલેક્સ 92 અંકની મજબૂતી સાથે 36,573 પર

મુંબઈ: દેશના શેરબજારમાં સકારાત્મક વલણ સાથે સપ્તાહના ત્રીજા કારોબારી સત્રની શરુઆત થઇ. સેન્સેક્સ સવારે 140.29 પોઇન્ટની મજબુતી સાથે 36,621.38 પર, જ્યારે નિફ્ટી 55.2 પોઇન્ટ વધીને 10,872.80 પર ખુલ્યા હતા.

By

Published : Sep 18, 2019, 12:55 PM IST

Published : Sep 18, 2019, 12:55 PM IST

gjkj

સેન્સેક્સના 30 શેરોમાં બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SBI, યસ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, વેદાંતા, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, એચડીએફસી અને ટીસીએસમાં તેજી જોવા મળી હતી. આ શેરમાં 2.10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

વધનારા અને ઘટનારા શેર્સ

બીજી તરફ મારૂતિ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ONGC અને આઈટીસીના શેરમાં 1.50 ટકાનો ઘટાડો થયો હતો.

BSE

શરૂઆતી કારોબારમાં, સેન્સેક્સ સવારે 11.41 વાગ્યે 92.75 પોઇન્ટની મજબૂતી સાથે 36,573.83 પર ટ્રેડ કરી રહ્યો હતો.

NSE

નિફ્ટી પણ લગભગ આ જ સમયે આશરે 21.75 પોઇન્ટના વધારા સાથે 10,839.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details