ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર: સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ તૂટ્યો - કોવિડ -19

BSE સેન્સેક્સ 358.61 પોઇન્ટના ઘટાડા સાથે 30,021.20 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 84.50 પોઇન્ટના ઘટાડા સાથે 8850 પર ટ્રેડ કરી રહ્યો છે.

Sensex
Sensex

By

Published : Apr 16, 2020, 11:53 AM IST

મુંબઈ: વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં ગુરુવારે નીચા ઉછાળા સાથે કારોબાર શરૂ થયો હતો. શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો અને નિફ્ટી પણ 100થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો.

દેશમાં કોરોના વાઈરસના વધતા જતા કેસ અને વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં પણ વેચવાનું દબાણ જોવા મળ્યું છે.

બોમ્બે સ્ટોક એક્સચેંજનો (BSE) 30 શેરવાળો સંવેદનશીલ સૂચકાંક અગાઉના સત્રની સરખામણીએ 284.30 પોઇન્ટ ગુમાવી 30095.51 પર ખુલીને 30016.17 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરનો સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી પણ ગત સત્રની સરખામણીએ 74.05 પોઇન્ટના ઘટાડા સાથે 8851.25ના સ્તરે ખુલ્યો અને 8821.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details