ગુજરાત

gujarat

ETV Bharat / business

લાલ નિશાન પર ખૂલ્યા શેર બજાર, તમામ સેક્ટર્સમાં ઘટાડો નોંધાયો

આજે (ગુરુવારે) શેર બજાર લાલ નિશાન પર ખૂલ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 284.74 અંક (0.64 ટકા) નીચે 43895.31 સ્તર પર ખૂલ્યા હતા. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીની શરૂઆત 76.20 અંકોના ઘટાડા (0.59 ટકા) સાથે 12862.10 પર થઇ હતી. આ પહેલા બુધવારે કોરોનાની એક વેક્સિનના સમાચાર સામે આવતા બજારમાં તેજી જોવા મળી હતી.

BSE index
BSE index

By

Published : Nov 19, 2020, 11:01 AM IST

  • આજે શેર બજાર લાલ નિશાન પર ખૂલ્યા
  • ગઇકાલે પણ બજાર નરમ રહ્યું હતું
  • તમામ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો

મુંબઇઃ 16 નવેમ્બર 2020 દિવાળીના સમય પર ઘરેલૂ શેર બજાર બંધ હતા. સૂચકઆંકે વર્ષ 2020માં થયેલા નુકસાનની ભરપાઇ કરી લીધી છે. આ 1 જાન્યુઆરી 2020ના દિવસે 41306.02 પર બંધ થયા હતા. જો કે, જાણકારોના મત મુજબ આગામી દિવસોમાં માર્કેટમાં સારા એવા ઉતાર ચઢાવ જોવા મળશે.

દિગ્ગજ શેરના હાલ

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે કોલ ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇંડ બેન્ક, આઇટીસી અને સિપ્લાની શરૂઆત તેજી સાથે થઇ હતી. તેમજ હિંડાલ્કો, જેએસડબલ્યૂ સ્ટીલ, એલ એન્ડ ટી અને એમ એન્ડ એમના શેર લાલ નિશાન પર ખૂલ્યા હતા.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર એક નજર

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર એક નજર કરીએ તો આજે તમામ સેક્ટર્સ લાલ નિશાન પર ખૂલ્યા હતા. જેમાં રિયલ્ટી, આઇટી, ફાઇનાન્સ સર્વિસ, બેન્ક, ઓટો, ફાર્મા, પ્રાઇવેટ બેન્ક, પીએસયૂ બેન્ક, મેટલ અને મીડિયાનો સમાવેશ છે.

પ્રી ઓપન દરમિયાન શેર બજારના હાલ

પ્રી ઓપન દરમિયાન સવારે 9:01 કલાકે સેન્સેક્સ 122.47 અંર એટલે 0.28 ટકાના ઘટાડા સાથે 44057.58ના સ્તર પર રહ્યા હતા. તેમજ નિફ્ટી 99.80 અંક એટલે 0.77 ટકાના ઘટાડા સાથે 12,838ના સ્તર પર હતું.

ABOUT THE AUTHOR

...view details