ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજારમાં ઘટાડો, સેનસેક્સ 71 અંક ગગડીને બંધ

મુંબઇ: સોમવારે ભારતીય શેરબજારમાં નબળા વેપારના વલણને કારણે પાછલા સત્રની સામે સેન્સેક્સ 71.53 પોઇન્ટ ઘટીને 39,122.96 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 24.245 અમક ઘટીને 11,699.65 પર બંધ થયું હતું. બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ છેલ્લા સત્રની સરખામણીમાં 34 અંકોની નબળાઇ સાથે 39,160.23 પર ખુલ્યું. અંતિમ સત્રમાં 71.53 પોઇન્ટ ઘટીને 39,122.96 પર બંધ થયો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ ઉપલા સ્તર 39300.02 જ્યારે નીચો સ્તર 39,070.27 પર રહ્યો.

fgnhj

By

Published : Jun 24, 2019, 6:00 PM IST

નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો પરઆધારિત નિફ્ટી સવારે ફ્લેટ 11,754.80 પર ખુલ્યા બાદ 11,725 અને 11,687.20 ની વચ્ચે રહ્યું. પરંતુ, સત્રના અંતે, નિફ્ટી 24.45 પોઇન્ટ ઘટીને 11,699.65 પર બંધ રહ્યું હતું.

બીએસઈના મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મિડ-કેપ ઇન્ડેક્સ 46.29 પોઇન્ટ અથવા 0.32 ટકા ઘટીને 14,578.30 પર બંધ રહ્યો હતો, અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 20.79 પોઇન્ટ અથવા 0.15 ટકા ઘટીને 14,063.45 રહ્યો.

BSEના 19 ક્ષેત્રોમાંથી 13 માં ઘટાડો થયો હતો, જ્યારે 6માં વધારો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઓઇલ અને ગેસ ક્ષેત્ર (1.59 ટકા), ધાતુ (1.44 ટકા), ઊર્જા (1.23 ટકા), રિયલ એસ્ટેટ (1.00 ટકા), મૂળભૂત સામગ્રી (0.48 ટકા) અને યુટીલીટી (0.48 ટકા) છે. જોકે, તેજીના સેક્ટરમાં પાવર (0.37 ટકા) , એફએમસીજી (0.19 ટકા), ઉદ્યોગ (0.15 ટકા), આરોગ્ય (0.06 ટકા) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (0.02 ટકા) સામેલ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details