બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)ના 30 શેરના આધારિત સેન્સેક્સ છેલ્લા સત્રથી 172.37 પોઇન્ટ ઘટીને સવારે 9.49 વાગ્યે 39,568.99 પર ટ્રેડ કરી રહ્યો હતો. અગાઉ, સેન્સેક્સ સવારે 9 વાગે મજબુતી સાથે 39,797 પર ખુલીને 39,799.90 સુધી વધ્યો, પરંતુ વેચવાલીના દબાણથી 180 પોઇન્ટ ઘટીને 39,5561.28 થયો હતો. અગાઉના સત્રમાં સેન્સેક્સ 39,741.36 પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં સતત ઘટાડો, સેનસેક્સમાં 180 અંકનો ઘટાડો - bombay stock exchange
મુંબઇ: સ્થાનિક શેરબજારમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ટ્રેડિંગ સુસ્ત રહ્યું હતું અને પ્રારંભિક ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 150 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. નિફ્ટીમાં પણ ઘટાડો થયો હતો.
delhi
નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ) ના 50 શેરના આધારે સેન્સેકસ ઇન્ડેકસ છેલ્લા સત્રથી 54.95 પોઇન્ટ (.46 ટકા)ની નીચી સપાટીએ 9.55 વાગ્યે 11,859.10 પર ટ્રેડ થઈ રહ્યો હતુ. અગાઉ, નિફટી કમજોરી ની સાથે 11,910.10 પર ખુલ્યું અને 11,911.85 સુધી વધ્યો પરંતુ વેચવાલીના દબાણથી અને બિઝનેસના પ્રથમ કલાક દરમિયાન ઇન્ડેક્સ ઘટીને 11,849.55 ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં નિફ્ટી 11,914.05 પર બંધ રહ્યો હતો.
Last Updated : Jun 14, 2019, 2:36 PM IST