ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સ 180 અંક ટૂટ્યો, નિફ્ટી 11,000 ની આસપાસ - NSE

મુંબઇ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે દેશના શેરબજારમાં શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સવારે 10.09 વાગ્યે મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 180.96 પોઇન્ટના ઘટાડા સાથે 37,204.03 ના સ્તરે અને નિફ્ટી પણ તે જ સમયે 58.35 અંકના ઘટાડા સાથે 11,017.55 પર ટ્રેડ કરી રહ્યા હતા.

ghmk

By

Published : Sep 16, 2019, 11:20 AM IST

BSE ના 30 શેર પર આધારિત સેન્સેક્સ સવારે 180.43 અંકની નબળાઈ સાથે 37,204.56 પર ખુલ્યા હતા, જ્યારે NSE ના 50 શેર પર આધારિત નિફ્ટી 81.05 પોઇન્ટના ઘટાડા સાથે 10,994.85 પર ખુલ્યા હતા.

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત ભારે ઘટાડા સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 71 પૈસાના જોરદાર ઘટાડા સાથે 71.62 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 21 પૈસા મજબૂતીની સાથે 71.91 ના સ્તર પર બંધ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details