ગુજરાત

gujarat

ETV Bharat / business

ટેક્સ ઘટાડાની અપેક્ષાઓ વચ્ચે સેન્સેક્સ 40 હજારને પાર, નિફ્ટીમાં પણ તેજી - BSE ન્યુઝ

મુંબઇ: વિદેશી ભંડોળ અને ઇક્વિટી રોકાણકારોને ટેક્સમાં છૂટની અપેક્ષા વચ્ચે બુધવારે સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 40 હજારને પાર કરી ગયો હતો. આ જ સમયે, નિફ્ટી પણ જબરદસ્ત તેજી સાથે 11,880 ની ઉપર ખુલ્યું હતું. કેટલીક સ્થાનિક કંપનીઓના છેલ્લા ત્રિમાસિક ગાળાના મજબૂત નાણાકીય પરિણામોને કારણે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

nifty

By

Published : Oct 30, 2019, 12:37 PM IST

BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 11.30 વાગ્યે 218.84 પોઇન્ટ એટલે કે 0.55 ટકાના વધારા સાથે 40,050.68 પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 56.55 અંક એટલે કે 0.48 ટકાની સપાટીના વધારા સાથે 11,843.40 પર ટ્રેડ કરી રહ્યું છે.

સેન્સેક્સની કંપનીઓમાં ભારતી એરટેલ, એલએન્ડટી, ઇન્ફોસીસ, આઇટીસી, વેદાંતા, એચડીએફસી બેન્ક, બજાજ ઑટો, કોટક બેન્ક અને સન ફાર્મામાં બે ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. બીજી તરફ ટાટા મોટર્સ, યસ બેન્ક, ઈન્ડસન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટીસીએસમાં ત્રણ ટકા સુધીનું નુકસાન એટલે કે 3 ટકા સુધીનો ઘટાડો જાવા મળી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details