માર્કેટ ખુલવાના થોડા સમયમાં જ સેનસેક્સ 70 અંક ઘટીને 36,500ની નીચે જ્યારે નિફ્ટી 30 અંક ઘટીને 10,770 પર કારોબાર કરી રહ્યું હતું. જો કે સરકારી બેન્કમાં આજે સારી રીકવરી જોવા મળી છે. SBI, BOB, PNB, યુનિયન બેન્કમાં 1થી 2 ટકાની તેજી જોવા મળી હતી.
સેનસેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રૂપિયો 21 પૈસા વધીને ખુલ્યો - ડૉલર
મુંબઇ: અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે, જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. કારોબારના બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતની મિનિટમાં જ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો.
mhj
આજના કારોબારી સત્રના દિવસે રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 21 પૈસા વધીને 72.19 ના સ્તર પર ખુલ્યો.