ગુજરાત

gujarat

ETV Bharat / business

સેનસેક્સમાં 100 અંકનો વધારો, નિફ્ટીમાં પણ તેજી

મુંબઇ: સ્થાનિક શેરબજારમાં બુધવારે કારોબારમાં અસ્થિરતા જોવા મળી હતી. સેનસેક્સ અને નિફ્ટી આગલા સત્રના મુકાબલે ઘટાડા સાથે ખૂલ્યા , પરંતુ ત્યારપછી તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

file photo

By

Published : Jul 10, 2019, 11:34 AM IST

સેનસેક્સ સવારે 9.48 વાગ્યે 111.47 પોઇન્ટ સાથે 38,842.29 પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી પણ આ જ સમયે 33 અંકોની તેજી સાથે 11,589 પર કારોબાર કરી રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના 30 શેરો પર આધારિત સેન્સેક્સ ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન 38,701.99 ની શરૂઆત કર્યા પછી, તેના છેલ્લા સત્રથી 28.83 પોઈન્ટ ઘટીને 38,854.85 અને 38,610.29 ની વચ્ચે રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી પણ છેલ્લા સત્રમાંથી 19.75 પોઈન્ટ ઘટીને 11,536.15 પર ખુલ્યું, પરંતુ તરત જ વોલેટાલિટી જોવા મળી હતી. જો કે, પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટીનું ઉપલું સ્તર 11,593.10 જ્યારે નીચલુ સ્તર 11,516.39 રહ્યું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details