ગુજરાત

gujarat

ETV Bharat / business

ડોલર સામે રૂપિયો એક મહીનાની ઉંચી સપાટીએ

દેશની કરન્સી રૂપિયો ગુરૂવારે ડોલરની સામે વધ્યો છે. ડોલર સામે શરૂઆતી સમયમાં 74.97 રૂપિયા પ્રતિ ડોલર સુધી વધારો આવ્યો જ્યારે તે છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી સતત વધારા પર છે.

ડોલર સામે રૂપિયો એક મહીનાની ઉંચી સપાટીએ
ડોલર સામે રૂપિયો એક મહીનાની ઉંચી સપાટીએ

By

Published : Apr 30, 2020, 2:42 PM IST

મુંબઇ : દેશની કરન્સી રૂપિયો ગુરૂવારે ડોલરની સામે વધ્યો છે. ડોલરની સામે રૂપિયો શરૂઆતી સમયમાં 74.97 રૂપિયા પ્રતિ ડોલર સામે વધ્યો હતો. જો કે એક મહીનાથી પણ વધુ સમયથી સતત વધારા પર છે. આ પહેલા દેશી કરન્સી 27 માર્ચના રોજ 74.83 રૂપિયા ડોલર હતી.

ભારતીય કરન્સી રૂપિયાની ગુરૂવારે છેલ્લા સત્ર બાદ ઓછામાં ઓછા 51 પૈસાના વધારા સાથે 75.16 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો અને થોડા સમયમાં જ 74.97 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચ્યો. રૂપિયો છેલ્લા સત્રમાં 75.67 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details