ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં કોઇ પણ બદલાવ કર્યા વગર ક્રમશ: 75.74 રૂપિયા, 78.33 રૂપિયા, 81.33 રૂપિયા અને 78.69 રૂપિયા પ્રતિ લિટરે સ્થિર બન્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 6 દિવસ બાદ આવી સ્થિરતા, કાચા તેલમાં તેજી - petrol diesel prices stabilise
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવા વર્ષમાં સતત 6 દિવસ સુધી થયેલા વધારા બાદ બુધવારે સ્થિર રહ્યો હતો. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી આવતા પેટ્રોલ અને ડીઝલમાં વધતા ભાવને ધ્યાને લેતા આવનારા દિવસોમાં ભાવમાં કોઇ રાહત મળવાનો સંદેહ નથી લાગી રહ્યો. તેલ કંપનીઓએ બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી.
પેટ્રોલ ડીઝલના ભાવમાં 6 દિવસ બાદ આવી સ્થિરતા, કાચા તેલમાં તેજી
જ્યારે 4 મહાનગરોમાં ડીઝલની કિંમત ક્રમશ: 68.79 રૂપિયા, 71.15 રૂપિયા, 72.14 રૂપિયા અને 72.69 રૂપિયા પ્રતિ લિટરે સ્થિર રહ્યાં છે.