મુંબઇઃ કારોબારી સત્રના બીજા દિવસે એટલે કે, મંગળવારે શેર બજાર સતત બીજા દિવસે વધારા સાથે ખુલ્યા હતા. એશિયાઇ બજારોમાં નબળા સંકેતોને લીધે વધુ ઉંચાઇ જોવા ન મળી, પરંતુ સોમવારના અમેરિકી બજારોની મજબુતીને લીધે સ્ટોક માર્કેટ આજે લીલા નિશાન સાથે ખુલ્યા હતા.
મંગળવારે સવારે 9.16 કલાકે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સુચકઆંક સેન્સેક્સની શરુઆત 0.94 ટકાના વધારા સાથે 298.34 અંક પર 32,041.42ના સ્તર પર થઇ હતી.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.98 ટકાની તેજી સાથે 91.25 પોઇન્ટ પર 9373.55ના સ્તર પર ખુલ્યો હતો.
મોટા શેરોની વાત કરીએ તો આજે એક્સિસ બેન્ક, ઈન્ડસઇન્ડ બેન્ક, યુપીએલ, બજાજ ફાઇનાન્સ, ગ્રાસિમ, એચડીએફસી, શ્રી સિમેન્ટ, ઈન્ફ્રાટેલ અને ટેક મહિન્દ્રાના શેર ઝડપથી શરૂ થયા છે. તે જ સમયે, એનટીપીસી, ઓએનજીસી, વેદાંત લિમિટેડ, આઇટીસી ભારતી એરટેલ અને વિપ્રોના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ પર લિક્વિડિટી પ્રેશર ઓછું કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શેર બજારને લીલા નિશાન પર બંધ રહેતા સોમવારે રૂપિયા 50,000 કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી હતી. સેન્સેક્સ 415.86 અંક એટલે કે 1.33 ટકાના વધારા સાથે 31743.08 ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 127.90 પોઇન્ટ અથવા 1.40 ટકાના વધારા સાથે 9282.30 પર બંધ રહ્યો હતો.