મુંબઇ: મંગળવારે નિફ્ટીમાં 400 પોઇન્ટનો ઉછાળો થયો છે. નિફ્ટી એક વાર ફરી 8 હજારની ઉપર આવી ગયો છે.
કોરોના સંકટ: સેન્સેક્સમાં 1500 પોઇન્ટની રિકવરી, નિફ્ટી 8000ને પાર - સેન્સેક્સ ન્યૂઝ
દુનિયાના શેરબજાર પર કોરોના ઈફેક્ટ યથાવત છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. મંગળવારે શરુઆતના કામકાજમાં સેન્સેક્સ 1500 પોઈન્ટની રિકવરી થઇ છે. સેન્સેક્સ 27,285.52 પોઈન્ટની સાથે કારોબાર કરી રહ્યાં છે.
કોરોના
સોમવારે શેરબજારમાં લોઅર સર્કિટ લાગુ કરવામાં આવ્યું હતું. જેથી 15 મિનિટ માટે ટ્રેડિંગ પર રોક લગાવવામાં આવી હતી. ડોલરની સરખામણીમાં મંગળવારે 23ના વધારાની સાથે 76.07ના સ્તરે ખુલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સમાં 1500 પોઇન્ટની રિકવરી થઇ છે.