ગુજરાત

gujarat

ETV Bharat / business

નીતિ આયોગ બનાવી રહી છે 100 રૂટ પર 150 ખાનગી પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના - niti-aayog

નવી દિલ્હી : ભારતીય રેલ્વે અને નીતિ આયોગે ઓપરેટરોને 100 રેલ્વે રૂટ પર ખાનગી કંપનીઓને 150 પેસેન્જર ટ્રેનોના સંચાલન કરવાની મંજૂરી આપવાનો વિચાર ચર્ચા માટે રાખ્યો છે. જેને લઇને તૈયાર ચર્ચા પત્ર અનુસાર તેમાં 22,500 કરોડ રૂપયાનું રોકાણ આવી શકે છે.

નીતિ આયોગ બનાવી રહી છે 100 રૂટ પર 150 ખાનગી પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના
નીતિ આયોગ બનાવી રહી છે 100 રૂટ પર 150 ખાનગી પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના

By

Published : Jan 4, 2020, 6:13 AM IST

બંનેએ આ વિષયમાં ખાનગી ભાગીદારી-પેસેન્જર ટ્રેનોની ચર્ચાને લઇને પરીપત્ર તૈયાર કર્યો છે. જેમાં 100 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેના પર ખાનગી એકમો 150 ગાડીઓને ચલાવવાની મંજુરી આપવામાં 22500 કરોડ રૂપયાનું રોકાણ કરી શકે છે.

આ તમામ રૂટમાં જેવા કે મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટના, અમદાવાદ-પુણે અને દાદર-વડોદરા પણ સામેલ છે. આ 100 રૂટને 10-12 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. દસ્તાવેજ અનુસાર, ખાનગી કંપનીઓને પોતાની ગાડીઓમાં બજાર મુજબ ભાડા વસુલવાની છુટ હશે.

ABOUT THE AUTHOR

...view details