ગુજરાત

gujarat

ETV Bharat / business

મજબુત શરુઆત બાદ બજાર પર દબાણ, નિફ્ટી 11,000 ની નીચે - આજનું બજાર

મુંબઇ: શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તેજી સાથે કારોબાર શરૂ થયા બાદ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. સેનસેક્સ અને નિફ્ટી સત્રના શરૂઆતના સમયગાળા દરમિયાન લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતાં. સવારે 9.49 વાગ્યે સેનસેક્સ 18.20 પોઇન્ટની નબળાઈ સાથે 37,086.08 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 3.85 પોઇન્ટ ઘટીને 10,978.95 પર કારોબાર કરતા જોવા મળી રહ્યા હતાં.

મજબુત શરુઆત બાદ બજાર પર દબાણ, નિફ્ટી 11,000 ની નીચે

By

Published : Sep 13, 2019, 1:42 PM IST

સેનસેક્સ સવારે 9 વાગ્યે અગાઉના સત્રની સરખામણીએ વધીને 37,175.86 પર ખુલ્યો અને 37,244.34ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો, પરંતુ નબળા ટ્રેડિંગના કારણે સેનસેક્સ તરત જ 37,029.52 પર આવી ગયો હતો. સેનસેક્સ અગાઉના સત્રમાં એટલે કે ગુરુવારે 37,104.28ની સપાટીએ બંધ રહ્યો હતો.

આ જ સમયે, નિફ્ટી પણ મામુલી વધારા સાથે 10,986.80 પર ખુલ્યા બાદ 11,023.85 સુધી પહોંચ્યું, પરંતુ ફરી ઘટીને 10,961.95 પર આવી ગયું હતું, જ્યારે નિફ્ટી અગાઉના સત્રમાં 10,982.80 પર બંધ રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details