નિફ્ટી પણ તેજી સાથે ખુલ્યો અને ત્યારબાદ 98.10 અંક ઘટીને 11,189.20 ના સ્તર પર પહોંચી ગયું હતું. ઑટો ક્ષેત્રની કંપનીઓના શેર પર આવેલા દબાણની અસર સ્થાનિક બજાર પર પડી હતી.
BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સત્રના શરુઆતમાં 160 અંકોની તેજી સાથે 38,043.22 પર ખુલ્યું જ્યારે છેલ્લા સત્રમાં સેનસેક્સ 37,882.79 પર બંધ થયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી પણ મજબુતી સાથે 11,307.50 પર ખુલ્યું અને 11,310.95 ની ઉપરની સપાટી સુધી પહોંચ્યું, જો કે અન્ય શેરમાં ઘટાડો થતા નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો.