- લક્ષ્મી ઓર્ગેનિકનો આઈપીઓ
- રૂપિયા 2ની મૂળ કિંમતના ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂપિયા 129-130
- ન્યૂનતમ બિડ લોટ 115 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 115 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં
અમદાવાદઃ લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગના અનુસંધાનમાં બિડ/ઓફર સોમવાર, 15 માર્ચ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને બુધવાર, 17 માર્ચ, 2021ના રોજ બંધ કરશે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂપિયા 129–રૂપિયા 130 નક્કી કરવામાં આવી છે. કંપની બૂક રનિંગ લીડ મેનેજર્સ ("BRLMs")ની સલાહ સાથે, એન્કર રોકાણકારોની ભાગીદારી વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 12 માર્ચ, 2021ના રોજ થશે.
લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો લોગો કુલ રૂપિયા 600 કરોડનો આઈપીઓ
આ ઓફર કુલ મળીને રૂપિયા 600 કરોડ સુધીની છે અને તેમાં રૂપિયા 300 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ અને રૂપિયા 300 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર યલો સ્ટોન ટ્રસ્ટ દ્વારા ઓફર ફોર સેલ છે.
આ પણ વાંચોઃ સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 15,000ને પાર
મૂડી આવશ્યકતાને પગલે આઈપીઓ
કંપની ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોન્સની આંશિક ચુકવણી કે ભરપાઇ કરવામાં, સંપૂર્ણ માલિકીની પેટાકંપની, યલોસ્ટોન ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કરેલા રોકાણને પગલે ફ્લોરો સ્પેશિયાલિટી કેમિકલ્સની ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે મૂડી ખર્ચની આવશ્યકતાઓ પૂરી કરવા, કાર્યકારી મૂડી આવશ્યકતાઓને ભંડોળ આપવા માટે વાયએફસીપીએલમાં રોકાણ કરવા, એસઆઈ ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે જરૂરી મૂડી ખર્ચ માટે ભંડોળ આપવા અને કંપનીની કાર્યકારી મૂડી આવશ્યકતાઓને ભંડોળ પૂરું પાડવા, તેની એસઆઈ મેન્યુફેક્ચરિંગ સુવિધામાં માળખાકીય વિકાસને વધારવાના સંબંધમાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે, તેમ જ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવા વિચારે છે.
ઈથાઈલ એસિટેટના સૌથી મોટો ઉત્પાદક
ફ્રોસ્ટ એન્ડ સુલિવાન રિપોર્ટ અનુસાર, લક્ષ્મી ઓર્ગેનિક હાલમાં ઇથાઇલ એસિટેટના સૌથી મોટા ઉત્પાદકોમાં પૈકીની એક છે, જે ભારતીય ઇથાઇલ એસિટેટ બજારના આશરે 30 ટકા હિસ્સો ધરાવે છે. કંપની માને છે કે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું સ્પેશિયાલિટી ઇન્ટરમીડિએટ્સમાં વિવિધ કેમિસ્ટ્રીઝમાં વૈવિધ્યકરણ કરવાથી પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવી શકી છે.