ધનતેરસ દિવાળીના 2 દિવસ પહેલા મનાવવામાં આવે છે. એક એવી પણ માન્યતા છે કે, ધનતેરસમાં ધાતુથી બનેલી વસ્તુઓની ખરીદી કરવાથી વર્ષો સુધી લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે. જેમાં આ આધુનિક યુગમાં લોકો ખુબ જ આગળ નીકળ્યા છે. ઈલેક્ટ્રૉનિક સાધનો સિવાય સોનું, ચાંદી, ગાડી,ફર્નીચર જેવી વસ્તુઓની ખરીદી કરે છે.
ઓનલાઈન બજારનો કબ્જો
આજકાલ ઓનલાઈન બજારે કબ્જો જમાવ્યો છે. જેમાં બજારની રોનક પર સીધી અસર પડી છે.વ્યાપારિના જણાવ્યાઅનુસાર બજારમાં 40 ટકા ઓનલાઈન માર્કેટનો કબ્જો છે. જેને લઈ દુકાનદારો નિરાશા અનુભવે છે.
ધનતેરસ પર લોકો અવનવી ખરીદી કરતા જોવા મળે છે. અને બજારમાં પણ ખરીદિની સારી ભીડ જોવા મળે છે. પરંતુ ઓનલાઈન ખરીદીને લઈ દુકાનદારોમાં ખુશી જોવા મળતી નથી.