બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 96.78 અંકની મજબુતી સાથે 39,449.45 પર જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 35.4 અંકના ઘટાડા સાથે 11,863.65 પર ખૂલ્યું હતું.
તો શેર બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 176.48 અંક એટલે કે 0.45 ટકાના વધારા સાથે 39529.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી 44.20 અંક એટલે કે 0.37 ટકાની તેજીની સાથે 11872.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.