શરુઆતી કારોબારમાં BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 9.38 વાગ્યે 373.58 અંકોની મજબુતી સાથે39,419.92 પર જ્યારે NSEના 50 શેર પ આધારિત નિફ્ટી લગભગ આ જ સમયે 107.35 પોઇન્ટના વધારા સાથે 11,798.85 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
130 અંકની મજબુતી સાથે ખુલ્યા ભારતીય શેરબજાર, નિફ્ટી 11,700ને પાર
મુંબઇ: દેશના શેર બજારમાં બુધવારે મજબુતી જોવા મળી હતી. સેનસેક્સ સવારે 130.22 અંકોની મજબુતી સાથે 39,176.56 પર જ્યારે નિફ્ટી 52.95 પોઇન્ટના વધારા સાથે 11,744.45 પર ખુલ્યું હતું.
ફાઇલ ફોટો
ભારતીય રૂપિયાની શરૂઆત વધારા સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે રૂપિયો 14 પૈસા વધીને 69.56 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 69.70 ના સ્તર પર બંધ થયો હતો.