ગુજરાત

gujarat

By

Published : Jul 24, 2020, 6:35 PM IST

Updated : Jul 24, 2020, 6:53 PM IST

ETV Bharat / business

અમરિકા-ચીન વિવાદથી વૈશ્વિક વેપાર બગડશે, આ સ્થિતિ ભારત માટે ખૂબ મહત્વની: રાજન

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, કોવિડ-19 વચ્ચે ફરી ખુલવા જઇ રહેલી ભારત અને બ્રાઝિલ જેવી અર્થવ્યવસ્થાઓ માટે આ સ્થિતી ખૂબ મહત્વની છે. તેમણે ચેતવણી આપી કે, અર્થવ્યવસ્થામાં ઘણી કંપનીઓ હોઇ શકે છે કે જેમાં તેમની હાલત ખુબ ખરાબ હોય. તેમણે કહ્યું કે, રોગચાળા પછી તમામ વસ્તુઓ સુધારવાની જરૂર છે.

રઘુરામ રાજન
રઘુરામ રાજન

ન્યૂયોર્ક: યુ.એસ.માં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવતાની સાથે જ યુ.એસ. અને ચીન વચ્ચેનો વિવાદ વધશે, જે વૈશ્વિક વેપારની સ્થિતિને વધુ ખરાબ કરશે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ભારત અને બ્રાઝિલ જેવા ઉભરતા બજારોની દ્રષ્ટિએ આ સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગુરુવારે PAN-IIT USA વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધન કરતા રાજને કહ્યું કે, "યુ.એસ. અને યુરોપની ઘણી કંપનીઓ નાદાર થઈ ગઈ હશે. તે સમયે અમે અર્થતંત્રને પુનર્જીવિત કરવા, સંસાધનોને ફરીથી સ્થાપિત કરવા અને મૂડી માળખાને ફરીથી ગોઠવવા માગી રહ્યા છીએ. જેના માટે અમે પ્રયત્ન કરીશુ. "

ન્યૂ ગ્લોબલ ઇકોનોમિક નોર્મ: પોસ્ટ કોવિડ -19 પર સંમેલનને સંબોધન કરતા રાજને કહ્યું, "યુએસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ યુ.એસ. અને ચીન વચ્ચે તણાવ વધશે. આનાથી વૈશ્વિક વેપાર બગડશે." ભારત, બ્રાઝિલ અને મેક્સિકો જેવા ઉભરતા અર્થતંત્ર માટે આ ખૂબ મહત્વનું રહેશે.

રોગચાળાને લીધે આ દેશોની અર્થવ્યવસ્થાની સ્થિતિ પણ ઘણી ખરાબ રહેશે. આવી સ્થિતિમાં, જ્યારે આ દેશો તેમની અર્થવ્યવસ્થાઓ ખોલી રહ્યા છે, ત્યારે તેઓને માગની પણ જરૂર પડશે, જેથી તેઓ ઉપર આવી શકે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને સેલ્સફોર્સ ઇન્ડિયાના સીઈઓ અરુંધતી ભટ્ટાચાર્યએ પણ આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

Last Updated : Jul 24, 2020, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details