જાણીતા અર્થશાસ્ત્રી સી રંગરાજને કહ્યું છે કે, જો આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવી છે તો તેમાં વાર્ષિક જીડીપી 8 ટકાનો હોવો જોઈએ.નિર્માણ ઉદ્યોગમાં ઘટાડો, સામાનની બજારમાં માગમાં ઘટ, ખાનગી રોકાણમાં કમી અને દુનિયામાં મંદીના કારણે નિકાસમાં ઘટને જોતા ભારતીય અર્થવ્યવસ્થામાં વિતેલા 6 વર્ષમાં પોતાના સૌથી નબળા સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, મંદીથી મુંઝાવાની જરુર નથી. આને વૃદ્ધિને ધીમી ગતિ સાથે સરખાવવું જોઈએ. જો કે, પોતાની નીતિઓમાં છૂટ આપીને વિદેશી રોકાણને ભારતમાં લાવવાના પુરતા પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં પણ દેશની અર્થવ્યવસ્થાને જે રીતે મદદ મળવી જોઈએ તે મળતી દેખાતી નથી.
વિશ્વ બેન્કે હાલમાં ભારતમાં આર્થિક સંભાવનાના વખાણ કરતા કહ્યું છે કે, ભારત જેવા દેશ માટે આટલી અડચણો હોવા છતાં પણ વિશ્વમાં 77માં સ્થાનેથી 63માં સ્થાન સુધી 14 નંબરની છલાંગ લગાવી સહેલું નથી. અમેરિકા અને ચીનના આર્થિક સંકટમાં ટકરાવના કારણે જો મોટી કંપનીઓ ચીનમાંથી પોતાની બેસ હટાવી રહી છે તે હવે ભારતમાં મીટ માંડીને બેઠા છે. આ માટે મોદી સરકારે એક ખાસ કમિટીની રચના પણ કરી છે. આ સંદર્ભે વિયેતનામ ભારતથી પણ આગળ છે. ત્યારે આવા સમયે મોદી સરકારે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં લાવવાના પુરતા પ્રયત્નો કરી રહ્યું છે.
ભારતમાં આર્થિક ફેરફાર આવ્યાને 28 વર્ષ વિત્યા છતાં પણ વિદેશી રોકાણ માટે સંભાવનાને અહીં સંપૂર્ણ પણે યોગ્ય રુપ મળ્યું નથી. જેમાં ઉચ્ચ સ્તરે જોઈએ તો નીતિઓને લાગુ કરવામાં ઢિલાશ મુળ કારણ હોઈ શકે છે. જે સીધી રીતે દેશના વિકાસ પર અસર કરે છે.
WTOની યાદીમાં જણાવ્યા અનુસાર ભારત 142માં સ્થાનેથી 63માં સ્થાને પહોંચી ગયું છે. જે દેશ માટે ગૌરવની વાત છે. પણ આ વર્ષે ભારતનું રેંકીંગ આંતરરાષ્ટ્રીય હરિફાઈમાં 10 સ્થાન નીચે આવી ગયું છે.
દુનિયા ભરમાં વધી રહેલી હરિફાઈના કારણે શ્રમ સુધારાની જરુરિયાતમાં સંપત્તિ, રજીસ્ટ્રેશન, ઉધાર, નાના રોકાણકારોના હિતોની રક્ષા, ટેક્સ ભરપાઈ અને કરારોને લાગુ કરવામાં વિશ્વ બેન્કે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતમાં કોઈ વેપાર શરુ કરવું કેટલુ સરળ છે તે વિશ્વ બેન્કમાં 136મો રેન્ક બતાવે છે.