મુંબઈઃ સત્તાધારી સરકાર જ્યારે આર્થિક વિકાસના ગુણગાન કરી રહી છે, ત્યારે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. જે રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી સાબિત થાય છે. આ સર્વે પ્રમાણે દેશના 54.9 ટકા લોકોનું માનવું છે કે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે આર્થિક સ્થિતિમાં ઘટાડો થયો છે.
જાન્યુઆરી 2020 RBIએ દ્વિમાસિક ઉપભોક્તા વિશ્વાસ સર્વેક્ષણની માહિતી જાહેર કરી છે. જેમાં સામેલ 27.1 ટકાનું લોકોનું માનવું છે કે, આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે, તો 18 ટકા પરિવારોનું કહેવું છે કે, વર્ષ 2019ની સરખાણીએ આ વર્ષ આર્થિક સ્થિતિ નબળી સાબિત થઈ છે.
સેન્ટ્રલ બેન્કના 13 મુખ્ય શહેર એટલે કે, અમદાવાદ, બેગલુરુ, ભોપાલ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, પટણા અને તિરુવનંતપુરમના 5,389 લોકોનું માનવું છે કે, આર્થિક સ્થિતિ નબળી સાબિત થઈ રહી છે.