ગુજરાત

gujarat

ETV Bharat / business

ઓલાએ મની SBI ક્રેડિટ કાર્ડ કર્યું લોન્ચ... - Bangalore

બેંગલુરૂ: ઓલાએ બુધવારે SBI કાર્ડની સાથે ભાગીદારી કરીને ઓલા મની SBI ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઓલાએ વર્ષ 2022 સુધી એક કરોડ ઓલા મની SBI ક્રેડિટ કાર્ડ જાહેર કરવાનો લક્ષ્યાંક બનાવ્યો છે.

ઓલાએ મની SBI ક્રેડિટ કાર્ડ કર્યું લોન્ચ

By

Published : May 15, 2019, 11:23 PM IST

કંપનીના એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, વિઝા દ્વારા સંચાલિત થનારા આ કાર્ડ આવેદનની સરળ પ્રક્રિયાની ઓફર કરીને, જોઈનિંગ રકમને સમાપ્ત કરીને લાખો ઓલા ઉપયોગકર્તાને અવિરત તેમજ સુવિધાજનક ચુકવણીની સુવિધા પ્રદાન કરીને ગ્રાહકના અનુભવને બદલી નાખશે.

કંપનીએ જણાવ્યું છે કે, ઓલા ઉપયોગકર્તા પોતાના ક્રેડિટ કાર્ડને સીધા જ ઓલા એપ પર અરજી, વ્યુ અને મેનેજ કરી શકશે.

ઓલાના સહ સંસ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલે કહ્યું કે, અમે ઓલા મની SBI ક્રેડિટ કાર્ડ લોન્ચ કરીને ઘણાં જ ઉત્સાહિત છીએ. સાથે જ આગળના થોડાક વર્ષોમાં આને લાખો ભારતીયો સુધી પહોંચાડવા માટે આશાવાદી છીએ. પોતાના પ્લેટફોર્મ પર 15 કરોડથી વધારે ડિજિટલ ગ્રાહકોની સાથે ઓલા ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને ગતિ આપવા તેમજ સમાધાનોનું સંચાલન કરવામાં એક મુખ્ય સ્ત્રોત બનશે.

SBI કાર્ડના MD અને CEO હરદયાલ પ્રસાદે કહ્યું કે, ઓલા મની SBI કાર્ડની શરૂઆત અમારા ગ્રાહકોનો નવીનતા અને ઈન્ડસ્ટ્રી પ્રથમ ચુકવણી સમાધાન પ્રદાન કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details